તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેન્ટેનન્સ માટે વીજકંપનીએ 6 ટીમો ઉતારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં રામોસણા રોડ, ડેરી, રાધનપુર હાઇવે સહિતના 6 કિમી એરિયામાં વીજકંપનીના સિટી-2 વિસ્તારમાં વરસાદમાં છેલ્લા ત્રણ દિવસથી ટ્રીપીંગથી લાઇટો ડૂલ થયાની ફરિયાદોના પગલુ શુક્રવારે વીજ કંપનીની 6 ટુકડીઓએ મેન્ટેનન્સ હાથ ધરાયું હતું. વીજતંત્રએ બચાવ કરતાં જણાવ્યું કે,મેન્ટેનન્સ માટે લાંબો સમય વીજ પુરવઠો બંધ રાખીએ તો ફરિયાદો આવતી હોય છે.

મહેસાણા સિટી ફીડર 220 કેવી લાઇનથી ઉત્સવ બંગ્લોઝ સુધી શુક્રવારે સવારથી સાંજ સુધી વિસનગર, વિજાપુર, કડી અને પાટણની એક- એક તેમજ મહેસાણા કચેરીની 2 ટુકડીઓ મળી કુલ 30 કર્મચારીઓ દ્વારા ટ્રાન્સફોર્મર, ટેગ, ફ્યુઝ, કેબલ સહિતની ચકાસણી કરી મેન્ટેનન્સ કરાયું હતું. હજુ અન્ય ફીડર એરિયામાં સમયાંતરે મેન્ટેનન્સ કરાશે. શુક્રવારે જ મેન્ટેનન્સ કામગીરી દરમિયાન એક તબીબનો ઇમરજન્સી હોવા અંગે ફોન આવ્યો હતો. જોકે, એ વખતે વીજ પુરવઠો ચાલુ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...