તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉ.ગુ.માં 14 મીથી સપ્તાહ સુધી ભારે વરસાદ પડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનમાં બનેલા અપરએર સાયક્લોન સરક્યુલેશનને લઇ આગામી 14 જુલાઇથી ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે. સિસ્ટમ એક સપ્તાહ સુધી રહેવાના કારણે સમગ્ર ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ રહેશે તેમ ડીસા હવામાન વિભાગના મૌસમ વૈજ્ઞાનિક મહેન્દ્રભાઇ ચૌધરીએ જણાવ્યું છે. જ્યારે સોમવારે દિવસભર બફારાથી જિલ્લાવાસીઓ અકળાઇ ઊઠ્યા હતા.

જુલાઇ માસના પ્રારંભમાં બનેલા અપરએર સાયક્લોન સરક્યુલેશનને લઇ ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહ્યો હતો, તેમજ સરેરાશ 30 ટકા જેટલો વરસાદ વરસતાં ચોમાસાની શરૂઆત ઉત્તર ગુજરાતના ખેડૂતો અને સામાન્ય પ્રજા માટે સારી એવી રહી હતી. ત્યાર બાદ હવે ચોમાસાનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો હોય તેમ રાજસ્થાનથી દક્ષિણ ભારતના પટ્ટામાં હાલમાં 2 અપરએર સાયક્લોન સરક્યુલેશન બન્યાં છે. એમાંય રાજસ્થાનમાં થયેલી સિસ્ટમની અસર સમગ્ર રાજ્ય સાથે ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં પણ રહેશે. 14 જુલાઇથી એક સપ્તાહ સુધી સાર્વત્રિક મુશળધાર વરસાદ રહેશે.

બફારાના કારણે જિલ્લાવાસીઓ અકળાયા

અન્ય સમાચારો પણ છે...