તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીએસટી : બજારોમાં નવા માલનો સ્ટોક ઘટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^કરિયાણા,અનાજમાં ઘણી આઇટમો આવતી હોય છે. હોલસેલમાં માલ પડ્યો હોય પણ રિટેઇલમાં અનેક આઇટમોના બિલિંગ તૈયાર કઇ રીતે કરવા તેની મૂંઝવણ છે. દરેક વસ્તુ પર જીએસટી દર અલગ અલગ હોય, ટેક્ષ માફીની વસ્તુઓ પણ હોય તે મુજબ બિલ તૈયાર કરવાના થાય. પત્રક ભરવાના થાય છે. > શૈલેષભાઇપટેલ, કરિયાણાનાવેપારી

નોવેલ્ટીમાં માલ આવતો નથી

^જીએસટીબાદ હવે ડીલર ઓર્ડર લેવા આવે છે. જોકે નોવેલ્ટીમાં કેટલાક ડીલર આઇટમ દીઠ એચએસએન કોડ સાથે બિલિંગ કોમ્પ્યુટરમાં સેટ કરી રહ્યા છે. જેમાં માલ સપ્લાય ધીમો થયો છે. સાબુમાં એક બ્રાન્ડેડ કંપનીનો ઘટેલા ભાવ સાથે સ્ટોક આવતો થયો છે. જોકે, સાબુ સાથે બ્રશ ફ્રી જેવી સ્કીમો હવે બંધ થશે, ભાવ પ્રમાણે જથ્થો વધારી દેવાશે. > રાકેશભાઇપટેલ, નોવેલ્ટીસ્ટોર

ખાંડમાં 70 ટકા વેપાર ઘટ્યો

^મહેસાણાશહેરમાં રોજ 3 ટ્રક ખાંડનો જથ્થો બજારમાં ઠલવાતો હતો. જે હાલ 30 ટકા થઇ ગયો છે. મિલમાંથી હોલસેલ સુધી ગાડી આવતી થઇ છે, પણ ત્યાંથી નાના વેપારીને સપ્લાયમાં નવા બિલિંગ, જીએસટી રજીસ્ટ્રેશનના કારણે છૂટથી વેચવાલી ખુલી નથી. પહેલાં ખાંડ બજારથી રીટેઇલમાં કટ્ટા જતાં તે જીએસટી પછી હાલ 30 ટકા જાય છે. > નરેન્દ્રભાઇચૌધરી, ખાંડનાવેપારી

અન્ય સમાચારો પણ છે...