તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ભાસ્કર વિશેષ | મહેસાણા જિલ્લામાં દર વર્ષે 36 લોકો સર્પ દંશનો ભોગ બને છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ | મહેસાણા જિલ્લામાં દર વર્ષે 36 લોકો સર્પ દંશનો ભોગ બને છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લામાંસૌથી વધુ મહેસાણા તાલુકાના નુગર અને ફતેપુરામાં સર્પડંસની ઘટનાઓ વધુ બનતી હોવાથી નુગરના ગ્રામજનોના આગ્રહથી 11 પ્રજાતીના 100 મગરને તાલીમ આપનાર 32 વર્ષિય યુવાનનો સર્પદંશ નિવારણ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં ઝેરી સાપોની ઓળખ અને તેના ડંસ વખતે લેવાતા સાવચેતીના પગલાં અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા.

જિલ્લામાં દર વર્ષે 500 થી વધુ સાપ દેખાયાની ફરીયાદો તેમજ સર્પડંસને લઇ વાર્ષિક અંદાજીત 36 વ્યક્તિઓ મોતને ભેટે છે. એમાં પણ મહેસાણા તાલુકાના નુગર અને ફતેપુરામાં સૌથી વધુ સાપ દેખાય છેે. જેને લઇ નુગરના ગ્રામજનોએ મહેસાણાના સેવ સ્નેક ગૃપને ઝેરી સર્પની પ્રજાતીઓ અને સર્પડંસ વખતે લેવાતા પગલાં વિશે માહિતી આપવા આગ્રહ

કરાયો હતો.

જેને લઇ ગૃપ દ્વારા વિશ્વના 11 પ્રજાતીના 100 થી વધુ મગરને તાલીમ આપનાર સોહમ મુખરજીને સેમીનાર માટે બોલાવ્યા હતા. જેમાં તેઓને જિલ્લામાં મળી આવતાં કોબ્રા, ખડચીતરો, કાળોતરો અને ફુરસો જેવા 4 ઝેરી સાપોની ઓળખ કેવી રીતે કરવી તેમજ સર્પદંશ વખતે લેવાતા પગલાંથી માહિતગાર કરાયા હતા.

સર્પદંશ નિવારણ અંગે સેમિનારમાં સાપોની ઓળખ અને તેના ડંસ વખતે લેવાતા સાવચેતીના પગલાં અંગે ગ્રામજનોને માહિતગાર કરાયા.

સાપ દેખાય તો અહી ફોન કરવો

સેવસ્નેક ગૃપના મુકેશભાઇ જાનીને 99240 50517 અને મૌલેશભાઇ દવેને 87330 81220 નંબર પર સંપર્ક કરી બોલાવી શકાય છે.

વર્ષદરમિયાન અંદાજે 36 લોકોના સર્પ ડંસથી મોત નિપજે છે | મોટાભાગેઉનાળામાં સાપ નિકળતા હોવાના કિસ્સા વધુ બને છે. જેમાં મહેસાણા તાલુકાના નુગર અને ફતેપુરા ગામ મોખરે છે. તેમજ 1 વર્ષમાં 500થી વધુ કોબ્રા જેવી પ્રજાતીના ઝેરી સાપ નિળકવાની ફરીયાદો વચ્ચે 36 વ્યક્તિઓ સર્પડંસથી મોતને ભેટે છે.

સર્પ ડંસે પછી સાવચેતીના પગલાં

{સર્પદંશવાળા ભાગને જંતુનાશક દવાથી ધોઇ દઇ ત્યાં કાપો મુકી શક્ય તેટલુ લોહી બહાર કાઢવું.

{ જે ભાગે વ્યક્તિને સર્પદંશ દીધો હોય તેના ઉપરના ભાગે સખત પાટો બાંધી દેવો.

{ જે વ્યક્તિને સર્પદંશ દીધો હોય તેને હલન-ચલન કર્યા વગર નજીકની હોસ્પિટલમાં ખસેડવો.

{ સમયે ભોગ બનનારને પાણી આપવુ, સુવા દેવો

સાપ ડસે તો હલન-ચલન કર્યા વગર હોસ્પિટલે પહોંચવું : નિષ્ણાંત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો