તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ઘાયલ કબૂતરને લઇ રજા મૂકી દોડેલા શિક્ષકને ધક્કે ચઢાવાયા !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાયલ કબૂતરને લઇ રજા મૂકી દોડેલા શિક્ષકને ધક્કે ચઢાવાયા !

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉદલપુર શાળામાં પંખાથી ઇજા થઇ હતી, પાંચોટમાં સારવાર

ઉદલપુરશાળાના વર્ગખંડમાં સોમવારે બપોરે 1-30 કલાકે ઉડાઉડ કરતું એક કબૂતર પંખામાં આવી જતાં ગંભીર રીતે ઘવાયું હતું. આથી જીવદયાપ્રેમી શાળાના એક શિક્ષકે અડધી રજા મૂકી ઘાયલ કબૂતરની સારવાર માટે મહેસાણા દોડી આવ્યા હતા. તેઓ કબૂતર લઇ સૌપ્રથમ વન વિભાગના વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતે ગયા હતા. પરંતુ કાયમી તબીબના અભાવે ફરજ પરના કર્મચારીએ કબૂતરને હૈદરીચોકમાં આવેલા પશુ દવાખાને લઇ જવા જણાવ્યું હતું. પશુ દવાખાનાના કર્મચારીએ કબૂતરની સારવાર કરવાને બદલે તેને લાખવડ નજીક આવેલા પશુ દવાખાને લઇ જવા શિક્ષકને જણાવ્યું હતું.

વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર અને પશુ દવાખાનાના ધક્કે ચડેલા શિક્ષકે છેવટે અંગે તેમના મિત્રોને જાણ કરતાં બે કલાક બાદ કબૂતરને સારવાર માટે પાંચોટ સ્થિત શિવગંગા એનિમલ કેર ખાતે લઇ જવાયું હતું. જયાં સમયસર સારવાર મળતાં કબૂતરનો જીવ બચી ગયો હતો.

સમયસર સારવાર મળતાં કબૂતરનો જીવ બચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો