તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ગણિતમાં કેટલાક ટ્વિસ્ટ પ્રશ્નોએ કસોટી કરી, અર્થશાસ્ત્ર સરળ રહ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણિતમાં કેટલાક ટ્વિસ્ટ પ્રશ્નોએ કસોટી કરી, અર્થશાસ્ત્ર સરળ રહ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણિતના10 પ્રશ્નોમાં વિકલ્પ પસંદગીમાં છાત્રો ગોથે ચડ્યાં

ગણિતમાં 655 અને અર્થશાસ્ત્રમાં 181 પરીક્ષાર્થી ગેરહાજર

મહેસાણાજિલ્લામાં ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષામાં સોમવારે ગણિતના પેપરમાં 8 થી 10 પ્રશ્નો ટ્વિસ્ટ કરતાં ગણતરીમાં વધુ સમય માંગી લેતાં ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્નો સોલ્વ કરવામાં કસોટીરૂપ બન્યા હતા. તો કેટલાકને ઓએમઆર તો કેટલાક વિદ્યાર્થીઓને વર્ણનાત્મક દાખલા અટપટા લાગ્યા હતા. જોકે, અભ્યાસક્રમ અનુરૂપ પેપર હોઇ સહેલુ પણ નહીં અને અઘરું પણ નહીં તેવું એવરેજ પેપર રહ્યાના પ્રતિભાવ પરીક્ષાર્થીઓએ વ્યકત કર્યા હતા. જ્યારે સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર સરળ લાગ્યું હતું.

ધોરણ 10ના 41,553 પૈકી 40,898 વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષા આપી હતી, 655 ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં ગણિતમાં 2642 પૈકી 2598 વિદ્યાર્થીઓ બેઠા હતા, 44 ગેરહાજર હતા. સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા 8100 પૈકી 7919 વિદ્યાર્થીઓએ આપી હતી, જ્યારે 181 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.

પેપર પૂરૂ થતા છાત્રો વાલીઓને મળવા દિવાલો કૂદી ભાગ્યા.

પેપર અેવરેજ કહી શકાય : નિષ્ણાત

શિક્ષણબોર્ડની પેટર્ન મુજબ ગણિતનું પેપર બરોબર હતું. ઓએમઆરમાં 10 માર્કસના પ્રશ્ન હોશિયાર બાળકોની કસોટી કરે તેવા હતા. પુસ્તક આધારિત પ્રશ્નો હતા, જેમાં કેટલાક દાખલાની રકમ બદલીને પૂછાયા હતા. પેપર વિદ્યાર્થીઓ માટે અેવરેજ કહી શકાય.> બી.કે.પંચાલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો