તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ગ્રામ વિકાસ કચેરીના હડતાળી કર્મીઓને નોટિસ\"હાજર થાઓ નહીં તો ઘેર જાઓ\'

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ વિકાસ કચેરીના હડતાળી કર્મીઓને નોટિસ\"હાજર થાઓ નહીં તો ઘેર જાઓ\'

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા| મહેસાણાજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની વિવિધ યોજનાઓમાં કરાર આધારિત, આઉટ સોર્સિસ કર્મચારીઓ પગારના મુદ્દે ગત 16મીથી અનિશ્ચિતકાળની હડતાળ પર ઉતર્યા બાદ નિયામક દ્વારા હડતાળ પરના કરાર આધારિત કર્મચારીઓને હાજર નહીં થાઓ તો નોકરીમાંથી છુટ્ટા કરવા સુધીની શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગેની નોટિસ પાઠવાઇ છે. જોકે, નોટિસ બાદ પણ કર્મચારીઓ કચેરીમાં ફરક્યા નહોતા અને બેઠક યોજીને હડતાળ યથાવત રાખવાનો સૂર વ્યકત કર્યો હતો.

ગ્રામ વિકાસ કમિશ્નરની સૂચનાના પગલે મહેસાણા ડીઆરડીએ નિયામક એ.એમ. ભરાડા દ્વારા કચેરીમાં કરાર આધારિતના હાલ હડતાળ પરના તમામ 33 કર્મચારીઓને નોટિસ ફટકારાઇ છે.

ડીઆરડીએ નિયામકે પાઠવેલી નોટિસમાં જણાવ્યું કે, કચેરીના કરારવાળા કર્મીઓએ હડતાળ પર ઉતરી સરકારની જુદી જુદી યોજનાઓની અમલવારીને માઠી અસર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. 20 માર્ચ સુધીમાં ફરજ પર હાજર થઇ લેખિતમાં રિપોર્ટ કરશો, અનઅધિકૃત ગેરહાજરીને કપાત પગાર ગણી પગાર કપાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો