તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • અર્બન હેલ્થ સેન્ટર 2માં વીજ પૂરવઠો ખોરવાતા હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્બન હેલ્થ સેન્ટર-2માં વીજ પૂરવઠો ખોરવાતા હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાચિરાગ પ્લાઝામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર-2માં અગમ્ય કારણોસર વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજી તરફ વીજ કંપનીના કંટ્રોલ રૂમ દ્વારા શીફ્ટ શરૂ થાય એટલે મરામત થશેનો ઉડાઉ જવાબ અપાતાં કર્મચારીઓને સાંજ સુધી અંધારામાં બેસીને કામ કરવાની ફરજ પડી હતી.

શહેરના ચિરાગ પ્લાઝામાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર-2માં અગમ્ય કારણોસર વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને લઇ હેલ્થ સેન્ટરના કર્મચારીઓએ વીજ કંપનીના કંટ્રોલરૂમમાં ફોન કરી અંગે જાણ કરી હતી. તો સામે પક્ષે કંટ્રોલ રૂમના કર્મચારીએ બપોરે 2 વાગે શીફ્ટ શરૂ થશે એટલે મરામત કામ થઇ જશેનો જવાબ આપ્યો હતો. જેને લઇ બપોરે 2 વાગ્યા સુધી વીજ કંપનીના કર્મચારીઓની રાહ જોઇ બેઠેલા હેલ્થ સેન્ટરના સ્ટાફે 3 વાગ્યે ફરી અેકવાર વીજ કંપનીના કંટ્રોલરૂમમાં મરામત માટે ટીમ ક્યારે આવશે તે અંગે ફોન કરી પૂછ્યું તો વીજ કર્મીએ ડ્રાઇવર જમવા ગયો છે, આવે એટલે ટીમ આવશેનો જવાબ આપતાં સાંજ સુધી સ્ટાફને અંધારામાં કામ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો