તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • પ્રેમિકા સાથે ફોન પર વાત નહીં થતાં યુવાને દવા પીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમિકા સાથે ફોન પર વાત નહીં થતાં યુવાને દવા પીધી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાનાયુવાને પ્રેમિકા સાથે વાતચીત નહીં થતાં ઝેરી દવા પીતાં ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડ્યો હતો.

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 227 નંબરના મકાનમાં રહેતા સચીન પ્રહલાદભાઇ વાઘેલાને તેમના સમાજની પ્રિયા નામની યુવતી સાથે આંખ મળી જતાં તેની સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, છેલ્લા એક સપ્તાહથી કોઇ અગમ્ય કારણોસર યુવક તેની પ્રેમિકા સાથે મોબાઇલ પર વાતચીત કરી શકતાં વ્યથિત બની આપઘાતનો નિર્ણય લીધો હતો. સોમવારે યુવાને ઘરમાં પડેલી ઉંદર મારવાની દવા પાણીમાં ભેળવીને ગટગટાવી ગયો હતો. ગણતરીની મિનિટોમાં ચક્કરની ફરિયાદ સાથે મોઢામાં ફીણ આવી ગયેલી હાલતમાં યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ભાનમાં આવ્યા બાદ સચિન વાઘેલાએ આપેલા નિવેદનના આધારે ડિવિજન પોલીસે જાણવા જોગ નોંધ કરી એએસઆઇ રમેશભાઇએ વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાા ગુજરાત હાઉસિંગ બોર્ડની ઘટના

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો