તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • નોટબંધીના 4 મહિના પછીયે કેશ શોર્ટેજ સિન્ડીકેટ બેંકમાં ખાતેદારોને ધક્કા પડ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોટબંધીના 4 મહિના પછીયે કેશ શોર્ટેજ સિન્ડીકેટ બેંકમાં ખાતેદારોને ધક્કા પડ્યા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંસિન્ડીકેટ બેંકની હાઇવે મેઇન બ્રાન્ચ તેમજ સાર્વજનિક સંકુલ પાસેની બ્રાન્ચમાં સોમવારે સવારથી કેશ શોર્ટેઝના કારણે ઘણા ખાતેદારોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. નોટબંધીના 4 મહિના પછી પણ હજુ બેંકોમાં કેશ શોર્ટેઝની સ્થિતિ સમયાતંરે માથું ઉંચકતી રહી છે. જેમાં હવે બેંકમાં ખાતેદારો માટે કેશ લીમીટ દૂર કરાતાં ખાતેદારો મોટી રકમનો ઉપાડ કરવા લાગ્યા હોવાનું બેંકિગ સૂત્રોએ જણાવ્યું હતું.

મહેસાણા હાઇવે પર પ્રભુ કોમ્પલેક્ષમાં આવેલી સિન્ડીકેટની મેઇન બ્રાન્ચમાં સોમવારે કેશ સ્ટોક ઓછો રહ્યો હતો. આવી સ્થિતિ સાર્વજનિક સ્કૂલ નજીકની બેંકની બ્રાન્ચમાં પણ સર્જાઇ હતી. જેના કારણે ખોતદારને રૂ.10 હજાર કે તેથી ઉપાડ કરવામાં મુશ્કેલી પડી હતી. કેટલાક ખાતેદારોને મંગળવારે તપાસ કરવા સૂચવાયું હતું. કરન્સી ચેસ્ટમાંથી કેશ આવતાં બેંકની બંને બ્રાન્ચમાં સોમવારે ઘણા ખાતેદારોને કેશ શોર્ટેજમાં ખાલી હાથે પરત જવું પડ્યું હતું. સાર્વજનિક સ્કૂલ પાસેની બ્રાન્ચના મેનેજર અરવિંદ મોથલિયાએ કહ્યું કે, મેઇન બ્રાન્ચમાં કેશ શોર્ટેજ હોઇ અહીંની બ્રાન્ચમાં સોમવારે થોડી મુશ્કેલી રહી હતી. હાઇવે મેઇન બ્રાન્ચ મેનેજર કે.આર. પરમારે કહ્યું કે, મંગળવારે ચેસ્ટમાંથી કેશ આવી જતાં તકલીફ નહીં પડે.

મેઇન બ્રાન્ચ અને સાર્વજનિક સંકુલ પાસેની બ્રાન્ચમાં નાણાં ખૂટ્યાં

કેશ લિમિટ ઉઠાવી લેતાં ખાતેદારો છૂટથી નાણાં ઉપાડવા લાગ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો