તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મંજૂર થયેલાં કામોની વહીવટી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરો, પાલિકા પ્રમુખનો આદેશ

મંજૂર થયેલાં કામોની વહીવટી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરો, પાલિકા પ્રમુખનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાપાલિકાની 25મી જુલાઈએ મળેલી સામાન્ય સભાના ઠરાવોને બહાલી નથી મળી શકી ત્યારે સભામાં મંજૂર કરાયેલાં વિકાસકાર્યો માટે જરૂરી વહીવટી પ્રક્રિયા 45 દિવસમાં પૂર્ણ કરવા પાલિકા પ્રમુખે આદેશ કર્યા છે.

પાલિકાની 25મી જુલાઈએ મળેલી સામાન્ય સભામાં બહુમતીથી વિવિધ ઠરાવો કરાયા હતા. જો કે, ત્યાર બાદ ઓક્ટોબર માસમાં મળેલી સામાન્ય સભા કર્મચારીઓ રજા પર ઉતરી જતાં મોકૂફ રખાઈ હતી. જે ફરીથી 17મી નવેમ્બરે મળી ત્યારે પ્રોસિડિંગ વંચાણ સમયે ઠરાવોને બહાલી અપાયા પહેલાં એલઈડી સ્ટ્રીટલાઈટના વર્કઓર્ડર મામલે વિવાદ થતાં સભા સ્થગિત થઈ ગઈ હતી. જેથી ઠરાવોને બહાલી આપવાની કામગીરી પણ થઈ શકી નહોતી. વિવાદ ઊભો છે ત્યારે પાલિકા પ્રમુખે 25મી જુલાઈની સામાન્ય સભામાં બહુમતીથી મંજૂર કરાયેલાં કામો માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય તે તમામ કામોની વહીવટી પ્રક્રિયા દિન-45માં પૂર્ણ કરી અહેવાલ રજૂ કરવાનો લેખિત આદેશ કર્યો છે.તેમજ સંબંધિત ઠરાવોનું અમલીકરણ તાત્કાલિક હાથ ધરવા જણાવ્યું છે. પ્રમુખ નિમિષાબેન પટેલે જણાવ્યું હતું કે, હવે જાન્યુઆરી માસમાં સભા મળે ત્યાં સુધી રાહ જોઈને શહેરનાં વિકાસકાર્યો અટકાવી દેવાય. બહુમતીથી મંજૂર થયેલાં કામ છે એટલે પક્ષના સભ્યો તેના ઠરાવને બહાલી પણ આપશે તેવો મને વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...