તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana મહેસાણા દેદિયાસણ જીઆઇડીસીમાં મજૂરોની હિજરતથી ઉત્પાદનને ફટકો

મહેસાણા-દેદિયાસણ જીઆઇડીસીમાં મજૂરોની હિજરતથી ઉત્પાદનને ફટકો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| ઢુંઢર ગામે બાળકી પર દુષ્કર્મના બનાવ પછી મહેસાણામાં પરપ્રાન્તિઓ પર ગુસ્સાના બનાવો બનવા લાગતા પોલીસ દ્વારા સલામતીના ચુસ્ત પગલા લેવાઇ રહ્યા છે. દરમ્યાન મહેસાણા અને દેદીયાસણ જીઆઇડીસીના વિવિધ ફેક્ટરી એકમોમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા ઘણા પરપ્રાન્તિય વતન ચાલી જતા દિવાળી પહેલા પ્રોડક્શન સીઝનના સમયે જ વેપાર ઉદ્યોગને પ્રોડક્શન મંદ પડતા ફટકો આવી રહ્યો છે.

લોખંડ, રોલીંગ સહિતના એકમોમાં તેજીના ગાળામાં જ અસર
દેદીયાસણ જીઆઇડીસી એસોસીએશનના પ્રમુખ જી.કે. પટેલે કહ્યુ કે, હાલ પોલીસનો બંદોબસ્ત ફાળવાયેલો છે. અહિયા શાંતિ જળવાયેલ છે અને કોઇ અનઇચ્છનિય બનાવ થયો નથી પણ અહિયા લોખંડ, રોલીગ સહિતની મીલોમાં કામ કરતા પરપ્રાન્તિયોને વતન પરિવારથી ફોન આવે અને સલામતીના ડરમાં 50 ટકા જેટલા વતન ચાલી ગયા છે, 50 ટકા રહ્યા છે.એકાદ હજાર માણસો હાલ ઓછા થયેલા છે જેથી પ્રોડક્શનને માઢી અસર સ્વાભાવિક છે.એસોસીએશનના 10,10 સભ્યોની ટીમ સાંજે 5 થી રાત્રે 10 સુધી પરપ્રાન્તીઓને હેરાનગતિ ન થાય તે માટે કાર્યરત રહે છે, પોલીસ સતત બંદોબસ્તમાં ફાળવાયેલી છે. મહેસાણા જીઆઇડીસી એસોના મંત્રી ચીરાગભાઇ પટેલે કહ્યુ કે, અંદાજે 60 માણસો ચાલ્યા ગયા છે.કેટલાક આવા બનાવો પછી કામ કરવા તૈયાર નથી.પોલીસ પેટ્રોલીગમાં આવે છે,અમે એસોસીએશનની ટીમ બનાવી નજર રાખવાનું આયોજન કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...