તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Mehsana મહેસાણાની તસ્નિમ મીર અંડર 15 બેડમિન્ટનમાં એશિયન ચેમ્પિયન

મહેસાણાની તસ્નિમ મીર અંડર -15 બેડમિન્ટનમાં એશિયન ચેમ્પિયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં મ્યાનમાર ખાતે રમાયેલ એશિયન દેશોની ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમથી મહેસાણાની તસ્નિમ મીરે ઝંપલાવ્યુ હતું.જેમાં ડબલ્સમાં તસ્નિમ અને મેઘનાની જોડીએ ફાઇનલમાં કોરીયાની જોડીને માત આપીને એશીયન ચેમ્પિયનશીપ હાંસલ કરી છે.

મ્યાનમાર ખાતે 3 થી 7 ઓક્ટોબર દરમ્યાન બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં એશિયાના તમામ દેશોના ખેલાડીઓને ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં અંડર 15 ડબલ્સમાં ભારતની તસ્નિમ મીર (મહેસાણા) અને મેઘના(તેલગંણા)ની જોડીએ એશીયન હરીફ દેશોના સ્પર્ધકોને પછડાટ આપીને રવિવારે બપોરે ફાઇનલ મુકાબલામાં પહોચી હતી.જેમાં કોરીયા સાથે ટક્કરમાં તસ્નિમની જોડીએ 23/21 અને 21/18 થી કોરિયાની ટીમ સામે વિજય હાંસલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...