તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંબાસણમાં જૂથ અથડામણ, 19 સામે ફરિયાદ નોંધાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાસણગામેગુરૂવારે રાસ ગરબા ચાલી રહ્યા હતા તે સમયે અહીથી ગાડી લઇ જવાની જીદ કરનાર યુવાનને બાબતે ઠપકો આપવાના મુદ્દે બે જુથ આમને સામને આવી ગયું હતું.જેમાં 19 વ્યક્તિઓની વિરૂધ્ધમાં લાંઘણજ પોલીસ મથકમાં ગુનો નોધાયો હતો.

મહેસાણા તાલુકાના અંબાસણગામે સંજયજી કુંવરજીના પરિવારમાં લગ્ન પ્રસંગ હોઇ જાહેર રસ્તામાં ગરબા રાખ્યા હતા.દરમિયાન રાત્રે 8.15 કલાકે જશીબેન અજમલજી ઠાકોર તેમજ પરિવાર પોતાની ગાડી લઇ ઘરે જતા હતા તે સમયે ગરબા સ્થળેથી જવા માટે થોડી જગ્યા આપવાનું કહેતા અહી હાજર સંજયજી સહિતે બોલાચાલી કરી હતી.

જેમાં કેટલાક સમયમાં બન્ને પક્ષોએ લોકો આવી જતા તેઓ વચ્ચે જીવલેણ હથિયારો વડે હુમલો થયો હતો.જેમાં જશીબેન ઠાકોરે લાંઘણજ પોલીસ મથકમાં 16 વ્યકિતઓ વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોધાવ્યો હતો.જ્યારે સામે પક્ષે સંજયજી કુંવરજી ઠાકોરે લાંઘણજ પોલીસ મથકમાં 4 વ્યકિતઓ વિરૂધ્ધ વ્યથાનો ગુનો નોધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...