તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • PSIની પરીક્ષામાટે હે.કો. ચિરાગ પરમાર ેવચગાળાના જામીન માંગ્યા

PSIની પરીક્ષામાટે હે.કો. ચિરાગ પરમાર ેવચગાળાના જામીન માંગ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેતનપટેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પાટણ જેલમાં બંધ હેડ કોન્સ્ટેબલ ચિરાગ પરમારે પીએસઆઇની પરીક્ષા આપવા મહેસાણા કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી કરી છે. કોર્ટે અરજી દાખલ કરીને હિયરીંગ પર રાખી છે.

ચોરીના ગુનામાં ઝડપાયેલા બલોલના કેતનની શરૂઆતથી તપાસ કરનારા મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. ચિરાગ પરમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો અને પોલીસે સૌપ્રથમ તેની ધરપકડ કરી મહેસાણા બાદ પાટણ જેલમાં મોકલી આપ્યો હતો. ચિરાગે પીએસઆઇની પ્રથમ પરીક્ષા પાસ કરેલી હોઇ 27 જુલાઇના રોજ લેવાનારી મુખ્ય પરીક્ષામાં હાજર રહેવા કોલલેટર આવ્યો છે. જેમાં બેસવા માટે કોર્ટમાં 10 દિવસના વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી. જે કોર્ટે દાખલ કરી હિયરીંગ પર રાખી છે. ચિરાગ સારા માર્કસે પાસ થયો હતો અને તેને પીએસઆઇ બનવા 27 જુલાઇએ લેવાનારી 2 પરીક્ષા આપવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...