તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જિલ્લામાં પ્રથમ રવિવારે મતદાર યાદી માટે કુલ 9594 ફોર્મ ભરાયાં

જિલ્લામાં પ્રથમ રવિવારે મતદાર યાદી માટે કુલ 9594 ફોર્મ ભરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
18 થી 21 વર્ષની વયજૂથના 2844 યુવાનોએ ફોર્મ ભર્યું

મહેસાણાજિલ્લાના 7 વિધાનસભા વિસ્તારના તમામ 1815 મતદાન મથક પર રવિવારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નામ દાખલ કરવા, કમી કરવા, સુધારા વધારા અને વિસ્તાર તબદીલ કરવાના ફોર્મ બીએલઓ મારફતે વિતરણ અને સ્વીકારવામાં આવ્યા હતા. જેમાં એક દિવસમાં કુલ 9594 ફોર્મનો ખડકલો થયો હતો.

જેમાં 18થી 21 વય જૂથના કુલ 3966 યુવાનોના ફોર્મ નોંધાયા હતા. જે પૈકી 2844એ મતદાર યાદીમાં નામ દાખલ કરવા ફોર્મ 6 ભર્યુ, 190એ કમી કરવા ફોર્મ 7 ભરાયું, 767એ મતદાર યાદીમાં તેમના નામ વગેરેમાં સુધારા વધારા માટે ફોર્મ 8 નોંધાવ્યું અને 165એ વિસ્તાર બદલવા ફોર્મ 8(ક) નોંધાવ્યું હતું. જ્યારે 21 વર્ષથી વધુ વય જૂથના 5628 લોકોએ બૂથ પર ફોર્મ ભર્યા હતા. જેમાં 1986 નવા મતદાર બનવા, 984 કમી કરવા, 2272 યાદીમાં સુધારા માટે અને 386 ગામ, વિસ્તાર તબદીલ માટે નિયત નમૂનાના ફોર્મ ભરીને બુથ પર નોંધાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...