• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઐઠોરથી જેતલવાસણા વચ્ચે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો તૂટતાં દોડધામ

ઐઠોરથી જેતલવાસણા વચ્ચે રેલવે ટ્રેક પર લોખંડનો ટુકડો તૂટતાં દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐઠોરથી જેતલવાસણા વચ્ચે શુક્રવારે રાત્રે રેલવે ટ્રેકનો જોઇન્ટ ઉપરથી લોખંડનો ટૂકડો તૂટતાં અઢી કલાક સુધી આ રૂટની ટ્રેનો અટકાવાઇ હતી.જેથી મોટી હોનારત અટકાવાઇ હતી. આ ઘટના પાછળ જવાબદાર કોણ તે અંગે તપાસ સોંપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે બનાવને પગલે આર.પી.એફ. અને રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

મહેસાણા રેલ્વેની 204 અને 206 ફાટક વચ્ચે એટલે કે, ઐઠોરથી જેતલવાસણા વચ્ચે શુક્રવારે રાત્રે 9:30 કલાકે ટ્રેન પસાર થયા બાદ રેલવેના પાટા ઉપરથી લોખંડનો ટૂકડો ઉડયો હોવાનું ધ્યાને આવતાં રેલવે વિભાગમાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે મોટી હોનારત સર્જાય તે પૂર્વે રેલવે વિભાગે લગભગ અઢી કલાક સુધી આ ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેનો અટકાવી દીધી હતી. જ્યારે બીજી બાજુ ઘટનાના પગલે આર.પી.એફ. અને રેલવેના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યાં અંધારૂ હોઇ ટ્રેક ઉપર થયેલાં નુકસાનની યોગ્ય ચકાસણી ન થતાં શનિવારે સવારે પુન: એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેલવેના પાટા ઉપરથી ઉડેલો લોખંડનો કટકો શોધી કાઢી તપાસનો દોર લંબાવ્યો છે. આ ઘટનાને પગલે કોઇ વ્યકતિનું ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર હતું કે, પછી આકસ્મિક રીતે પાટા ઉપરથી લોખંડનો ટૂકડો તૂટ્યો છે. તે મુદ્દે તપાસ હાથ ધરાઇ છે.

રેલવે સુત્રો દ્વારા જણાવ્યા મુજબ આ ટ્રેક ઉપર બી.ડબલ્યુ.આઇ. એ વેલ્ડીંગ કર્યું હતુ અને જોઇન્ટ ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થતાં પાટો ક્રેક થયો હોઇ શકે.

અન્ય સમાચારો પણ છે...