તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

147 ટ્રીપો રદ કરાઈ, બલોલ સિવાય બધા રૂટ ચાલુ કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાબલોલના પાટીદાર યુવાનના અપમૃત્યુ બાદ સર્જાયેલ સ્થિતિમાં ત્રણ દિવસ તકેદારીના ભાગરૂપે મહેસાણા બસસ્ટેશનમાં તમામ બસોના પૈડા થંભી ગયા પછી શનિવારે રાબેતામુજબ તમામ રૂટમાં બસો દોડતી થતા મુસાફરોએ રાહત અનુભવી હતી. જોકે ડેપોએથી શુક્રવારે રાત્રીના રૂટમાં બસો મોકલી હોઇ શનિવારે સવારની ટ્રીપો બંધ રહી હતી. જેમાં વિવિધ રૂટની 147 જેટલી ટ્રીપો રદ થઇ હતી .

જ્યારે સવારે 10 વાગ્યાથી તમામ રૂટમાં બસો રાબેતામુજબ ચાલુ થઇ હતી.જોકે બલોલ રૂટ સતત ચોથા દિવસે બંધ રખાયો હતો. જ્યારે બહુચરાજી તરફની બસોનું આવાગમન વાયા બલોલના બદલે મોઢેરા રૂટથી કરવામાં આવ્યુ હોવાનું એસ.ટી. ડેપોના સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...