તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીદારોની સાથે આખો ઠાકોર સમાજ છે: અલ્પેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાસિવિલમાં આવેલા ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે પાટીદાર યુવકની કોર્ટ કસ્ટડીમા મોતનો મામલો ન્યાયીક તપાસ માંગી રહ્યો છે.કેતનની લાશ 3 દિવસથી રઝળી રહી છે ત્યારે રાજકીય રોટલો શેકતા સરકારના મુખ્યમંત્રી,ધારાસભ્યો,ગૃહમંત્રી કેમ કાંઇ બોલતા નથી.ચોરીનો આરોપ સાબિત કરવાનુ કામ કોર્ટનું છે નહી કે પોલીસનું.ચોર તમે છો...કેનાલ, મેડિકલ,શિક્ષણમા કરોડોનું કૌભાંડ કરનાર આજે મુઠ્ઠી જાર ચોરનારને ગુનેગાર સાબિત કરી રહ્યા છે ત્યારે તમારા માટે શું સજા હોવી જોઇએ.ગૃહમંત્રી,એસીપીએ આનો જવાબ આપવો પડશે.ખુલ્લેઆમ દારૂ વેચતા બુટલેગર કયારે પકડશો.સુધરી જાઓ...નહી સુધરો તો 2017માં તમને મળનારી સજા ભાજપની સાત પેઢીઓ યાદ કરશે.પાટીદાર યુવકના મોત માટે 302ની ફરિયાદ દાખલ કરો અને તે તમારી કસ્ટડીમા મર્યો છે તો ફરિયાદી પણ તમે બનો તેવો.

ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે શુક્રવારે સિવિલ પરિસરમાં સંબોધન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...