તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીગલ રિપોર્ટર | મહેસાણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીગલ રિપોર્ટર | મહેસાણા

પાટીદારયુવાનનું ફરી પોસ્ટમાર્ટમ કરવા તેના પિતાએ અરજી આપ્યાના 19 કલાક બાદ મહેસાણા ચીફ જ્યુડિશીયલ કોર્ટે આપેલી મંજૂરીને પગલે પોસ્ટમોર્ટમ સાંજે 4 .30 વાગ્યે અમદાવાદની ટીમ દ્વારા શરૂ કરાયું હતું.નોંધનીયછે કે, નિવાસી અધિક કલેકટરે પોલીસની અરજીને આધારે મહેસાણા ચીફ જ્યુડિશીયલ કોર્ટમાં રી પોસ્ટમોર્ટમ માટે મંજૂરી માંગી હતી અને તે સંબધે જરૂરી સોંગધનામા કર્યા હતા.

બે દિવસ પૂર્વે થયેલા કેતન પટેલના પોસ્ટમોર્ટમમાં અનેક ક્ષતીયો રહી ગયાના આક્ષેપ સાથે ગુરૂવારે રાત્રે 8 વાગ્યે મૃતકના પિતા મહેન્દ્રભાઇ પટેલે જિલ્લા પોલીસવડાને રી પોસ્ટમોર્ટમ માટે અરજી કરી હતી. જે અનુસંધાને નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ મહેસાણા ચીફ કોર્ટમાં શુક્રવારે બપોરે 11 વાગ્યે બંધ કવરમાં અરજી આપી કેતનના રી પોસ્ટમોર્ટમ માટે મંજૂરી માંગી હતી.જેમાં પોલીસ વડા અને સીવીલ સર્જનના અભિપ્રાય બીડાણે લેવાયું હતું.જે અરજી વકીલોથી ભરચક ચીફ જ્યુડિશીયલ કોર્ટમાં જજ એમ.બી.બાજપાઇ સમક્ષ ચાલતા સરકારી વકીલ ચંદનસિહ રાજપુતે 7 મીનીટ દલીલો કરી હતી.જેમાં ખાનગી વિડિયો ગ્રાફરોને કારણે પીએમના વિડિયો વાયરલ થવાની ભીતી હોઇ સરકારી વિડિયો ગ્રાફર પીએમ સમયે હાજર રાખવો અને બંધ કવરમા વિડિયો કેસેટ તપાસકર્તા સમક્ષ મુંકવા સહિતની દલિલો કરી હતી.જે કોર્ટે ગ્રાહ્ય રાખી બપોરે 3.30 કલાકે રી પીએમનો હુંકમ કર્યો હતો.જે અનુસંધાને સાંજે 4.30 કલાકે કેતન પટેલની લાશ પોસ્ટમોર્ટમ માટે ટેબલ પર લેવાઇ હતી.

લાશનો કબ્જો લેવા સંબધે મૌખિક દલીલ

સરકારીવકીલ ચંદનસિંહ રાજપુતે પોતે કરેલી દલિલમા 84 કલાક પડી રહેલી લાશ પરિવારને સોપવા કોર્ટ હુંકમ કરવાનો તેમજ કલેકટરની રૂબરૂમાં દહેના અંતિમ સંસ્કાર કરવાની મંજૂરી સંબધે દલિલ કરી હતી.જોકે, કોર્ટે લેખિતમા આપવાનુ કહેતા સમગ્ર મુદ્દો ઉડી ગયો હતો.

મંજૂરીમાટેની અરજીમાં શું ઉલ્લેખ કરાયો છે

કોર્ટમાંરી પરીક્ષણ માટેની મંજૂરી સંબધે કરાયેલી અરજીમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ગત 7જુને ચાર નિષ્ણાતોની ટીમે કરેલા પોસ્ટમોર્ટમમાં મહત્વની વિગતો દર્શાવાઈ હોઇ રી પરીક્ષણની માંગણી કરાઇ છે.જેમા અરજદારે તેમના વિડિયોગ્રાફર અને ડીજીટલ ફોટોગ્રાફરની હાજરી સંબધે માંગણી કરી છે તે યોગ્ય જણાતી નથી.કારણ કે શબ પરીક્ષણની જરૂરી ગુપ્તતા જળવાય તેવા હેતુસર જ્યારે એમએચ.આરસીના ર્ડોકટરો દ્વારા વીસીડી,ડીવીડી મોકલવામા આવે છે ત્યારે સીલ બંધ હોવાનો ઉલ્લેખ કરાયો છે.

મહેસાણા ચીફ જ્યુ-કોર્ટમાં રી-પોસ્ટમોર્ટમ મામલે દલીલો થઈ

અન્ય સમાચારો પણ છે...