તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જે.કે.ભટ્ટ નહીં જાય ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હું કાંઈ જાણતો નથી : એ.ડીજીપી ભટ્ટ

કેતનની લાશને અગ્નિદાહ દેવા ભટ્ટે કારસો રચ્યો: માંગુકીયા

એડવોકેટબાબુ માંગુકિયાએ એડીશનલ ડીજીપી જે.કે. ભટ્ટની ટીકા કરતાં કહ્યું હતું કે, ભટ્ટે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કોર્ટમાં અરજી આપી હતી. પરંતુ કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી. જ્યાં સુધી ભટ્ટ મહેસાણામાંથી નહીં જાય ત્યાં સુધી કોઈ ચર્ચા કરીશું નહીં.

માંગુકીયાએ કહ્યું કે, જે.કે ભટ્ટ સરકારે મોકલેલા અધિકારી છે. તેમણે રી-પોસ્ટમોર્ટમ બાદ કોર્ટના આદેશથી કેતનના મૃતદેહનો અગ્નિ સંસ્કાર કરાવવાનો બાલીશ પ્રયાસ કર્યો હતો અને તે સંબંધે કોર્ટમાં અરજી આપવા પણ કાર્યવાહી કરી હતી. જોકે, કોર્ટે અરજી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. જે નિવાસી અધિક કલેકટર મેરજાએ પોસ્ટમોર્ટમ કરાવવા મૌખિક મંજૂરી આપી હતી, તેમની પાસે જે.કે.ભટ્ટે ખોટા સોગંધનામાં કરાવી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી લંબાવડાવી છે. જે પોસ્ટમોર્ટમ સવારે 8 વાગે થવાનંુ હતું તે બપોરે 4 સુધી થયું હતું.

વધુમાં કહ્યું કે, જ્યાં સુધી જે.કે.ભટ્ટ મહેસાણા શહેરમાં છે ત્યાં સુધી સરકાર કે તેમના અધિકારીઓ સાથે કોઇ ચર્ચા નહીં કરાય, આપવા પાત્ર ફરિયાદ પણ નહીં અપાય.

મામલે એડીશનલ ડીજીપી જે.કે. ભટ્ટને પૂછતાં તેમણે કહ્યું કે, મામલે હું કંઇ જાણતો નથી.

અન્ય સમાચારો પણ છે...