• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા તા.પં.માં બળવા પાછળ પ્રદેશ કોંગી નેતાની ભૂમિકાની ચર્ચા

મહેસાણા તા.પં.માં બળવા પાછળ પ્રદેશ કોંગી નેતાની ભૂમિકાની ચર્ચા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રિપોર્ટર | મહેસાણા

મહેસાણા તાલુકા પંચાયતમાં ભાજપના ટેકાથી કારોબારી બનાવનારા કોંગી બળવાખોરો સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સંબંધે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ કરતાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. મહેસાણા તાલુકા પંચાયત તોડવામાં પ્રદેશના આગેવાનની ભૂમિકા હોવાની અને આર્થિક વહિવટ થયાનું પણ ચર્ચાય છે.

મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના બળવાખોર જૂથે ભાજપના ટેકાથી કારોબારી સમિતિની રચના કરી પક્ષને ઝાટકો આપ્યો હતો. કોંગ્રેસના નારાજ જૂથના 9 સભ્યોએ ભાજપ અને અપક્ષના ટેકાથી કારોબારી સમિતિ રચતાં સત્તાધારી કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઇ ગયો હતો. જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ ઝાલાએ પક્ષની વિરુદ્ધમાં જઇ તાલુકા પંચાયત તોડવાનો પ્રયાસ કરનારા બળવાખોર સદસ્યો સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા સૂચન કર્યુ છે. પાર્ટી જે નિર્ણય લે તે મુજબ અનુસરીશું. બળવો કરનારા સદસ્યો આજે મળ્યા હતા અને તેઓ પક્ષ સાથે જ હોવાની સ્પષ્ટતા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...