• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા જિલ્લામાં 9 માસથી 15 વર્ષના 4,87,440 બાળકોને મિઝલ્સ

મહેસાણા જિલ્લામાં 9 માસથી 15 વર્ષના 4,87,440 બાળકોને મિઝલ્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં 9 માસથી 15 વર્ષના 4,87,440 બાળકોને મિઝલ્સ રૂબેલાની રસી અપાશે. આ અભિયાનનો 16 જુલાઇથી પ્રારંભ થશે. આ રસીની કોઇ ગંભીર આડઅસર થતી નથી. કોઇ બાળકે રસીકરણ અભિયાન અગાઉ પણ MMR અથવા MRની રસી મુકાવેલી હોય તો પણ રસી મુકાવવી જરૂરી છે. આરોગ્ય કાર્યકર દ્વારા જ MRની રસીનું ઇન્જેકશન આપવામાં આવશે તેમ જિલ્લા કલેકટર એચ.કે. પટેલે જણાવ્યુ હતું.

બાળકોમાં ઓરીને લીધે વિકલાંગતા અને અકાળે મૃત્યુ પણ થઇ શકે છે. રૂબેલા એક ચેપી રોગ છે. જે વાઇરસ દ્વાર ફેલાય છે. તેના લક્ષણ ઓરી રોગ જેવા હોઇ શકે છે. સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં ચેપગ્રસ્ત બને તો ગર્ભ અને શિશુ માટે ઘાતક સાબિત થઇ શકે છે તેમ જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીએ જણાવ્યું હતું. બેઠકમાં નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ટી.કે.સોની, આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુભાઇ પટેલ સહિત અધિકારી, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...