• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • Mehsana - વિકાસ કમિશ્નરની મંજૂરી વિના જિ.પં.ક્વાર્ટરનું કામ એક વર્ષથી લટકી પડ્યું

વિકાસ કમિશ્નરની મંજૂરી વિના જિ.પં.ક્વાર્ટરનું કામ એક વર્ષથી લટકી પડ્યું

16 કર્મચારીઓના પરિવારોના માથે જાનનું જોખમ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:51 AM
Mehsana - વિકાસ કમિશ્નરની મંજૂરી વિના જિ.પં.ક્વાર્ટરનું કામ એક વર્ષથી લટકી પડ્યું
અમદાવાદના ઓઢવમાં ઇન્દિરા આવાસ યોજનાના જર્જરિત મકાનો તૂટી પડવાની ઘટના બાદ સરકારે આવાં મકાનોનો ઉપયોગ બંધ કરવા સૂચના આપી છે. ત્યારે જિલ્લા પંચાયતના વર્ગ-2ના અધિકારીઓ અને વર્ગ-3ના કર્મચારીઓ માટે 4 દાયકા અગાઉ જૂના બસ સ્ટેશનની સામે બનેલા ક્વાર્ટસ પણ ગમે ત્યારે પડે તે તેવી હાલતમાં ઊભા છે. રાજ્યના વિકાસ કમિશ્નરની મંજૂરીના ચક્કરમાં છતના ઉખડી રહેલા પોપડા અને જર્જરિત દીવાલો વચ્ચે 24 પૈકી 20 કર્મચારીઓ પરિવાર સાથે જીવનના જોખમે અહીં રહે છે.

જિલ્લા પંચાયતના વર્ગ-2ના 8 અધિકારી અને વર્ગ-3ના 16 કર્મચારી પરિવાર સાથે રહી શકે તે માટે 4 દાયકા અગાઉ 24 ક્વાર્ટસ બનાવાયા હતા. આજે બંને બિલ્ડીંગની બહારની દીવાલો પર વૃક્ષો ઉગી નીકળ્યા છે. છતનાં પોપડા ઉખડીને નીચે પડે છે. અધિકારીઓની બ્લિડીંગમાં 8 કર્મચારી રહે છે. જ્યારે 16 ક્વાર્ટસ ધરાવતી બિલ્ડીંગમાં ઉપરના માળે છતમાંથી પાણી પડતું હોય તે માળ ખાલી છે. બાકીના 12 કર્મચારી રહે છે. રજૂઆતો છતાં મરામતની મંજૂરીની ફાઇલ આગળ વધી જ નથી.

એક મહિનામાં મરામતનું કામ પૂર્ણ કરી દેવાશે: ડીડીઓ

આ અંગે મને કોઇએ અત્યાર સુધી રજૂઆત કરી નથી.જેથી સ્થિતિનો ખ્યાલ રહ્યો નથી.બંને બિલ્ડીંગની હાલની સ્થિતિ જાણવા સૂચના આપી છે.એક માસમાં બંને બિલ્ડીંગને તમામ મરામતનું કામ પૂર્ણ કરી દેવાશે.એમ.વાય.દક્ષિણી, ડીડીઓ

પરિવારોની વેદના કોણ સાંભળશે?

X
Mehsana - વિકાસ કમિશ્નરની મંજૂરી વિના જિ.પં.ક્વાર્ટરનું કામ એક વર્ષથી લટકી પડ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App