રૂ.8 લાખની લોન ભરપાઇ ન કરી મહેસાણાના મૌલવી સાથે ઠગાઈ

ગાંધીનગરના શખ્સને વેચાણ આપી હતી

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:51 AM
Mehsana - રૂ.8 લાખની લોન ભરપાઇ ન કરી મહેસાણાના મૌલવી સાથે ઠગાઈ
મહેસાણાની ગુંજન સોસાયટીમાં રહેતા માૈલવીની ગાડી રૂ.9.25 લાખમાં વેચાણ રાખી ગાંધીનગરના શખ્સે રૂ.1.25 લાખ ચૂકવ્યા બાદ ગાડીના અસલ દસ્તાવેજ મેળવી બાકીના 8 લાખની લોન ભરપાઇ ન કરતાં મૌલવીની પત્નીએ ફરિયાદ એ નોંધાવી છે.

જીઇબી પાસે ગુંજન સોસાયટીમાં રહેતાં હબીબભાઇની ગાડીનં.જીજે 2 બીપી 9786 ના વેચાણ માટે હિંમતનગરના સબ્બીરભાઇને વાત કરતાં માર્ચમાં ગાંધીનગરના જૈનુલ આબેદાન સૈયદ સાથે વાત કરાવી થતાં 9.25 લાખમાં વેચાણ નક્કી કરી પાર્ટીને રૂ.1.25 લાખ ચૂકવ્યા હતા. બાકીના 8 લાખનું ચૂકવણું ન થતાં બેંકમાંથી કાગળ આવ્યો હતો. આથી રૂ.8 લાખ ન ચૂકવીને ઠગાઈ કરતાં જાહેદાબાનુ કાજીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૈનુલ આબેદાન સૈયદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

X
Mehsana - રૂ.8 લાખની લોન ભરપાઇ ન કરી મહેસાણાના મૌલવી સાથે ઠગાઈ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App