Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - અનામત મુદ્દે મહેસાણામાં પાટીદાર યુવાનોએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું

અનામત મુદ્દે મહેસાણામાં પાટીદાર યુવાનોએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:51 AM

અનામત અંગે કેમ બોલતા નથી ? : 4 ને પકડ્યા, 19 સામે ગુનો

  • Mehsana - અનામત મુદ્દે મહેસાણામાં પાટીદાર યુવાનોએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું
    મહેસાણાના બાયપાસ રોડ પાંચોટ સર્કલમાં રવિવારે સવારે 20 યુવાનોના ટોળાએ કોંગ્રેસ હાય હાયના સુત્રો પોકારીને પૂતળાદહન કર્યું હતું. જેને લઇને તાલુકા પોલીસ સ્થળ પર દોડી જઇ ચાર યુવાનોને પકડીને 20 માણસોના ટોળા સામે ગુનો નોંધ્યો હતો. યુવાનોએ કોંગ્રેસ ખેડૂતોના દેવા માફી અંગે આવેદન અને રજૂઆત કરે છે, પણ પાટીદાર મુદે ઠોસ રજૂઆત ન કરતાં રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હોવાનું જણાવ્યું હતું. જોકે પાસ તરફથી આવો કોઇ કાર્યક્રમ અપાયો ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

    પૂતળાદહન મામલે મહેસાણા તાલુકા પોલીસે જીગર મીઠાભાઇ પટેલ શ્યામશરણ બંગ્લોઝ મહેસાણા, સંદિપ જયંતિભાઇ પટેલ કંથરાવી, પ્રતિક મહેન્દ્રભાઇ પટેલ પાંચોટ અને કરણ રાજુભાઇ પટેલ બી સ્મૃતિ ફ્લેટ મહેસાણાને પકડી લીધા હતા. જ્યારે અન્ય ભાગી ગયા હતા. આ ચાર તેમજ બીજા 15 જણા સામે પૂતળાદહન કરી જાહેરનામા ભંગની તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending