ભમ્મરીયા નાળાની બહાર 30 વેપારીએ જાતે ઓટલા દૂર કર્યા

મહેસાણા પાલિકાની દબાણ ઝુંબેશના પગલે

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:51 AM
Mehsana - ભમ્મરીયા નાળાની બહાર 30 વેપારીએ જાતે ઓટલા દૂર કર્યા
મહેસાણાની પાલિકાની દબાણ ઝુંબેશ અંતર્ગત રવિવારે ભમ્મરીયાનાળા બહાર બી.કે રોડ સાઇડ ચાર કોમ્પલેક્ષની રોડસાઇડ આવેલ 30 જેટલી દુકાનો આગળ ઓટલા પગથીયા દૂર થતા રોડ સાઇડ જગ્યામાં વધારો દેખાયો હતો.

ભમ્મરીયાનાળા બહાર પટેલ સાયકલવાળા કોમ્પલેક્ષ,વિમલ સુપરમાર્કેથી મમતા મેડીકલ,મધુરમ પેથોલોજી, ઉર્મિ કોમ્પલેક્ષથી ડી.કે કોમ્પલેક્ષમાં રોડ સાઇડ આવેલ દુકાનો આગળ રવિવારે વેપારીઓ ઓટલા, પગથીયા, આડસો તોડી જગ્યા ખુલ્લી કરતા જોવા મળ્યા હતા.હથોડા, પાવડા લઇને કેટલાકે દુકાન સાઇડ ફીનીસીગ જળવાઇ રહે અને આગળનો ભાગ ખુલ્લો થાય એટલે જાતે ઓટલા, પગથીયા તોડ્યા હતા.

ઉર્મી કોમ્પલેક્ષ અને બાજુમાં વેપારીઓએ જેસીબી ભાડેથી મંગાવીને દુકાનો આગળના પગથીયા, ઓટલા દૂર કયા હતા.અહિયા વેપારીઓએ કહ્યુ કે, પાલિકાએ સુચિત કરેલ છે એટલે જાતે આગળનો ભાગ તોડીને કાટમાળ સાઇડમાં એકઠો કરી રહ્યા છીએ.

વેપારીઓએ ઓજારો લઇને જાતે દુકાનો આગળના દબાણ દૂર કર્યા હતા.

X
Mehsana - ભમ્મરીયા નાળાની બહાર 30 વેપારીએ જાતે ઓટલા દૂર કર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App