Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - બોરિયાવીમાં સ્વયંભૂ મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી

બોરિયાવીમાં સ્વયંભૂ મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:51 AM

મહેસાણા : મહેસાણા અમદાવાદ હાઇવે પર મેવડથી 3 કિમી અંતરે બોરિયાવી ગામે મસિયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે....

  • Mehsana - બોરિયાવીમાં સ્વયંભૂ મસિયા મહાદેવની ભવ્ય શોભાયાત્રા નીકળી
    મહેસાણા : મહેસાણા અમદાવાદ હાઇવે પર મેવડથી 3 કિમી અંતરે બોરિયાવી ગામે મસિયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. જેમાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. અહીં મહાદેવની બાધા રાખવાથી મસ મટતા હોવાની શ્રદ્ધાળુઓની ભારે આસ્થા છે. મસિયા મહાદેવના સ્થાનકે રવિવારે શ્રાવણી અમાવસ્યાના દિવસે ભવ્ય લોકમેળો ભરાયો હતો. તેમજ મસિયા મહાદેવની ગામમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. અને ગામની શેરીએ શેરીએ ફરી હતી. ત્યારે ગામમાં ભક્તિનો માહોલ છવાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending