Home » Uttar Gujarat » Latest News » Mehsana » Mehsana - બાંધકામ સ્કીમોની મંજૂરીમાં વૃક્ષારોપણ ભૂલાયું, દોઢ કરોડ ડિપોઝિટ પાલિકામાં જમા થઇ પણ વાવણી નહીં

બાંધકામ સ્કીમોની મંજૂરીમાં વૃક્ષારોપણ ભૂલાયું, દોઢ કરોડ ડિપોઝિટ પાલિકામાં જમા થઇ પણ વાવણી નહીં

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:51 AM

ભાસ્કર િવશેષ | બાંધકામ મંજૂરીમાં એરિયા પ્રમાણે વૃક્ષદીઠ રૂ. 500 ડિપોઝિટ ડેવલપર્સ પાસેથી પાલિકા વસુલે છે

  • Mehsana - બાંધકામ સ્કીમોની મંજૂરીમાં વૃક્ષારોપણ ભૂલાયું, દોઢ કરોડ ડિપોઝિટ પાલિકામાં જમા થઇ પણ વાવણી નહીં
    બાંધકામ ડેવલપમેન્ટની સાથે પર્યાવરણ જળવાઇ રહે તે માટે ટ્રી પ્લાન્ટેશનની જોગવાઇ છે અને સ્થાનિક સત્તામંડળો વૃક્ષદીઠ ફી વસૂલીને બાંધકામ પરવાનગી આપતી હોય છે. જેમાં પાંચ વર્ષ વૃક્ષ ઉછેર કર્યે ડિપોઝિટ પરત મળવાપાત્ર છે. પરંતુ મોટાભાગે સ્કીમોમાં વૃક્ષ વાવણી નહીં કરતાં ડિપોઝિટ જતી કરવાની ગણતરીએ જ બાંધકામ પરવાનગી વખતે પાલિકામાં ભરી દેવાતી હોય છે. વૃક્ષારોપણનો હેતુ જીડીસીઆરના માત્ર કાગળ પર રહ્યો છે. મહેસાણા પાલિકામાં જ બાંધકામ સ્કીમોની પરવાનગીમાં અત્યાર સુધીમાં ટ્રી પ્લાન્ટેશન પેટે રૂ.દોઢ કરોડથી વધુ ડિપોઝિટ જમા થઇ છે, પરંતુ વૃક્ષઉછેર બાદ પરત લેવાની જોગવાઇનો લાભ કોઇએ મેળવ્યો નથી.

    નગરપાલિકા દ્વારા વૃક્ષદીઠ રૂ.500 ડિપોઝિટ વસૂલાય છે

    મહેસાણા નગરપાલિકા દ્વારા રહેણાંક, કોમર્શિયલ સ્કીમોમાં દર 200 ચોમીમાં ત્રણ વૃક્ષ પેટે બાંધકામ પરવાનગી આપતી વખતે વૃક્ષદીઠ રૂ.500 ડિપોઝિટ લેવાય છે. જે ડેવલપર્સ વૃક્ષ વાવી પાંચ વર્ષે યોગ્ય રીતે ઉછેર કરીને ડિપોઝિટ પાલિકામાંથી પરત મેળવી શકે છે. અત્યાર સુધીમાં છ મહિના પહેલાં એક અરજદાર ડિપોઝિટ પરત લેવા આવેલા પણ વૃક્ષઉછેર કરેલો ન હોઇ ડિપોઝિટ પરત કરાઇ ન હતી. વ્યક્તિગત બાંધકામમાં વૃક્ષપેટે ડિપોઝિટ નથી. એક હજાર ચોમી જેવી પ્લોટ સ્કીમોમાં ડિપોઝિટ લેવાય છે તેમ પાલિકાના સૂત્રોએ કહ્યું હતું.

    આ કારણે બિન ઉપયોગી

    બાંધકામ સ્કીમમાં 200 ચોમી દીઠ ત્રણ વૃક્ષમાં જગ્યા જતી રહે એટલે બાંધકામમાં જગ્યા ઓછી થઇ જાય. બાંધકામમાં માર્જીન, ઓપનસ્પેશ વગેરે જાળવવાનું હોય છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ