તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપન ફોરમમાં જમીન સંબંધી 17 અરજી મંજૂર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાજિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામા આવેલ ઓપન હાઉસ પ્રોગ્રામમાં શુક્રવારે જમીન સંબંધી કુલ 17 અરજીઓનો નિકાલ કરી મંજૂરી આપી દેવામા આવી હતી. બિનખેતી માટેની 6, ગણોતધારાની વિવિધ કલમો હેઠળ 11 અરજીઓ મંજૂર કરી કરવામા આવી હતી. એનએ ફોર ઓપન હાઉસમાં વખતે પ્રિમિયમ ભરવા સહિતના કેસોને સમાવી લેવામા આવ્યા હતા.

જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જમીન કેસોના નિકાલ માટેની એનએ ફોર ઓપન બેઠકમા જમીન રેકર્ડ કોડની કલમ 65 અને 65 મુજબ બિનખેતીમાં તબદીલ કરવા 34883 ચોરસ મીટરની કુલ 6 અરજીઓ મંજૂર કરવામા આવી હતી. જેમા 7574 ચોરસમીટર જમીન રહેણાંક વિસ્તાર માટે, 9869 ચો.મી જમીન વાણિજ્યિક વિસ્તાર માટે જ્યારે 17440 ચો.મી જમીન શૈક્ષણિક વિસ્તાર માટે તબદીલ કરવા મંજૂર કરાઇ હતી. ગણોતની જમીનને શરતફેરની કરવા આવેલી 9 અરજીઓમાં 21693 ચો.મી ખેતી માટે, 7284 ચો.મી રહેઠાણ માટે, 24283 ચો.મી વાણિજ્યિક માટે અને એોદ્યોગીક માટે 24271 ચો.મી તબદીલ કરવા મંજૂરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો