તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક ચોર ચેઇન સ્નેચર મહેસાણાથી આબાદ ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આંબલિયાસણનાજોરણંગ જવાના રસ્તા પરથી ચેઈન સ્નેચિંગ કરનારા યુવાનને મહેસાણા એસઓજી પોલીસે શુક્રવારે મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. શખ્સે શહેરના રંજનના ઢાળમાંથી એક બાઈક ચોર્યાની કબૂલાત કરી હતી.

મહેસાણામાં સાંઈબાબા ત્રણ રસ્તા પાસેથી જીજે-2-સીસી-4730 નંબરનું બાઈક લઈને જતા શંકાસ્પદ શખ્સને રોકીને પૂછપરછ કરી હતી. જેમાં તે આંબલિયાસણ અલ્પેશચોક નજીક અક્ષર હોમ્સમાં રહેતો ડાભી અનિલજી શંકરજી બાલુજી હોવાનું તેમજ તેની પાસેથી મળી આવેલી સોનાની ચેઈન અંગે સઘન પૂછપરછ કરતાં પંદરેક દિવસ પહેલાં આંબલિયાસણ ગામની સીમમાં જોરણંગ જવાના રોડ પરથી ચાલતાં જતાં એક મહિલાના ગળામાંથી ઝૂંટી લીધી હોવાનું ખુલ્યું હતું. તેની પાસેથી મળેલા બાઈક પર તેણે તથા આંબલિયાસણના તેના મિત્ર ઠાકોર મંગાજીએ ચેઈનસ્નેચિંગ કર્યું હોવાનું કબૂલ્યું હતું. ઉપરાંત અનિલજીએ મિત્ર સાથે મળીને મહેસાણાના રંજનના ઢાળામાં પાલિકા બજાર સામેથી એક બાઈક ચોર્યું હોવાની પણ કબૂલાત કરી હતી. એસઓજીએ વધુ તપાસ માટે ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો