• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા કોર્ટનો ચુકાદો : ચેક રિટર્નના કેસમાં જમીન દલાલને 1 વર્ષની કેદ

મહેસાણા કોર્ટનો ચુકાદો : ચેક રિટર્નના કેસમાં જમીન દલાલને 1 વર્ષની કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિત્રતાનાનાતે લીધેલા 3 લાખ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે જમીન દલાલને 1 વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો.

ખેરવાગામના ગોવિંદભાઇ કાન્તીલાલ પટેલ અને તેમના ગામના વિષ્ણુભાઇ કાશીરામ પટેલ સાથે જમીન દલાલીનો ધંધો કરતા હોઇ સારી મિત્રતા હતી. વર્ષોના સંબધો વચ્ચે વિષ્ણુભાઇ અવાર નવાર આર્થિક સંકડામણ સમયે ગોવિંદભાઇ પાસેથી કેટલીક રકમ લીધી હતી.જે પેટે તેમને રૂ.3 લાખનો આપેલો ચેક પરત ફરતા વિષ્ણુભાઇએ અનેક ઉઘરાણીને અંતે મહેસાણા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.ઉપરોકત કેસ મહેસાણા એડી.ચીફ.જ્યુડીશીયલ જજ સોઢાપરમાર સમક્ષ ચાલતા ફરિયાદી તરફે હાજર વકીલ જી.આર.ચૌહાણની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે વિષ્ણુભાઇ પટેલને કસુરવાર ઠરાવી 1 વર્ષની કેદ અને રૂ.5 હજાર દંડ ફટકાર્યો હતો.જ્યારે ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતોે.

અન્ય સમાચારો પણ છે...