જિલ્લામાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાજિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયા અંતર્ગત જિલ્લામાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા કરાઇ હતી.

ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ પાંજપાપોળ ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઇ હતી.માનસિક દિવ્યાંગ બાળકો સાથે કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ વિશે વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી.

ખોડીયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણા દ્વારા માનસિક દિવ્યાંગ બાળકોના સહભાગિતા માટે ફ્રિડમ ફોર બાયસીસી અંતર્ગત સમાજમાં મુક્ત વાતાવરણ મળે તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સંસ્થાની માનસિક દિવ્યાંગ બાળાઓ માટે ઓસ્ટ્રિયા ખાતે યોજાયેલ સ્પેશયલ ઓલિમ્પિકસ વિશ્વ વિન્ટર ગેમ ૨૦૧૭માં ઇન્ટરનેશનલ લેવલ વિજેતા થયેલ સંસ્થાઓ બે બાળાઓ શિતલબહેન જુગાજી ઠાકોર અને હેતલબહેન શીવસંગજી ઠાકોર સમાજ સુરક્ષા કચેરી દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

નેશનલ ટ્રસ્ટ ન્યુ દિલ્હી અંતર્ગત દિવ્યાંગ બાળકોને રૂ.૧,૦૦,૦૦૦ ની નિરામયા હેલ્થ પોલીસીનું વિતરણ કરવામાં આવેલ હતું.

વિધવા સહાય તાલીમ યોજના અંતર્ગત ૧૫૪ વિધવા તાલીમાર્થી બેહનોને વ્યવસાયિક રોજગાર માટે સિવણ મશીનોનું વિતરણ કરાયું હતું.આ ઉપરાંત તમામ હાજર સભ્યો દ્વારા ફ્રિડમ ફોર બાયસીસ અંતર્ગત સહી ઝુંબેશ કરાઇ હતી

ઓલિમ્પિકસ વિશ્વ વિન્ટર ગેમ ૨૦૧૭માં ઇન્ટરનેશનલ લેવલ વિજેતા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...