• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • બીપી વધી જતાં સતલાસણાના જમાદાર કોર્ટરૂમમાં ઢળી પડયા

બીપી વધી જતાં સતલાસણાના જમાદાર કોર્ટરૂમમાં ઢળી પડયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાસેશન્સ કોર્ટમાં મુદતે આવેલા સતલાસણા પોલીસ સ્ટેશનના જમાદાર એકાએક ચક્કર સાથે ઢળી પડતાં 108ની મદદથી સિવિલમાં સારવાર માટે લવાયા હતા. તેમને બીપી હાઇ હોવાનું તબીબે નિદાન કર્યુ હતું.

સતલાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ પ્રહલાદજી સરદારજી બુધવારે બપોરે મહેસાણા કોર્ટમાં 5મા માળે આવેલી સેશન્સ કોર્ટમાં મુદતે હાજર થયા હતા. તે સમયે ચક્કર સાથે પરસેવે રેબઝેબ થઇ ગયેલા જમાદારે તબિયત લથડતાં કોર્ટ સમક્ષ રિપોર્ટ મૂક્યો હતો. ત્યાંજ ચક્કર ખાઇને ફસડાઇ પડ્યા હતા. હાજર વકીલોની મદદથી 108માં સારવાર માટે સિવિલમાં લઇ જવાયેલા પ્રહલાદજીને ઉપર અને નીચેનું બીપી હાઇ હોવાનું નિદાન થયું હતું.

પ્રહલાદજીને સારવાર અપાઇ હતી.

BSF જવાનને બીપી વધતાં સારવાર અપાઇ

હાલમાંબીએસએફમાં રાપર પોસ્ટીંગમાં મૂકાયેલા 27 વર્ષના વિકાસ લાંમા બુધવારે બપોરે અંબાસણ કેમ્પમાં હતા. તે સમયે અચાનક ચક્કર ખાઇને ફસડાઇ પડ્યા હતા. સારવાર માટે મહેસાણા સિવિલમાં લવાયેલા જવાનનું બીપી વધતાં તબિયત લથડી હોવાનું નિદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...