સ્ટીલ ફર્નિચરમાં જીએસટી પછી વેચાણ 50 ટકા ઘટ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| શહેરમાંસ્ટીલ ફર્નિચર, ફેબ્રિકેશનમાં GSTમાં 28 ટકા ટેક્ષ લાગુ થતાં તિજોરી, પલંગ સહિતની બનાવટના ઓર્ડરમાં 50 ટકા સુધીનો ઘટાડો આવી ગયો છે. અગાઉ 15 ટકા ટેક્ષ હતો.

શહેરમાં સ્ટીલ ફ્રેબ્રિકેશનના વેપારી સુરેશભાઇ પટેલે જણાવ્યું કે, પહેલાં કરતા ટેક્ષમાં 13 ટકાનું ભારણ વધ્યું છે. અગાઉ તિજોરી, કબાટ, પલંગ, હિંચકાના ઓર્ડર જે પ્રમાણમાં મળતા હતા તે હાલ સાવ તળિયે આવી ગયા છે. સામગ્રીના ભાવ પણ વધ્યા છે. ફર્નિચરના વેપારી સુનિલભાઇ પંચાલે કહ્યું કે, જીએસટીમાં ટેક્ષનું ભારણ હળવું કરવું જોઇએ. હાલ તો ઘરાકી ઘટતાં વેચાવલી ઓછી થઇ ગઇ છે.

28 ટકા ટેક્ષથી સ્ટીલ ફેબ્રિકેશન માર્કેટને પણ અસર

અન્ય સમાચારો પણ છે...