તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં અજંપાભરી શાંતિ હોસ્પિટલમાં પાટીદારોનાં ટોળાં

મહેસાણામાં અજંપાભરી શાંતિ હોસ્પિટલમાં પાટીદારોનાં ટોળાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદાર સમાજ દ્વારા ઉત્તર ગુજરાત બંધનું એલાન અપાયું હતું

ધાનેરામાં ધારાસભ્ય સહિત 30 પાટીદારોની ધરપકડ

બનાસકાંઠા પાટીદાર યુવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી પાલનપુરમાં દુકાનો બંધ કરાવવામાં આવતા ઉત્તેજના પ્રસરી ગઇ હતી.ધાનેરામાં પાટીદાર તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગુરુવારે સવારે રેલવે પુલ પાસે મુખ્ય હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે રસ્તા ઉપરથી પસાર થતાં વાહનોનો ખડકલો જામી ગયો હતો. જેથી પોલીસે ધારાસભ્ય સહિત 30 લોકોની ધરપકડ કરી હતી. જેઓને મોડી સાંજે છૂટા કર્યા હતા. ધાનેરામાં પાટીદાર તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગુરુવારે સવારે રેલવે પુલ પાસે મુખ્ય હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો. જેથી પોલીસે ધારાસભ્ય સહિત 30ની ધરપકડ કરી હતી.

શોપિંગ સેન્ટરમાં લોકો તો આવ્યા પણ કોઈ દુકાન ખોલવા તૈયાર નથી.

રી-પોસ્ટમોર્ટમની માગમાં ઉલ્લેખ કરાયો છે

{શરીર પરી બાહ્ય અને આંતરીક ઇજાઓ જુદીજુદી દર્શાવી નથી.

{ ઇજાઓ ગંભીર હતી અને તે કુદરતી ક્રમાનુસાર મોત નિપજાવવા માટે પુરતી હતી કે કેમ તે દર્શાવેલ નથી.

{ મૃત્યુનું કારણ હાલના તબક્કે રોકી ન્યાયીક તપાસમા ખેલેલ પહોંચાડવાનું કૃત્ય હોઇ શકે.

{ કેતનના મૃત્યુ ઝેરથી થયું હોઇ રિપોર્ટ બાકી રાખવાનું કારણ નથી.

{ મરનારના હાથની હથેળી અને બન્ને પગના તળીયા અને બન્ને હાથના નખ પર ઇજાઓ છે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દર્શાવાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...