બહુચરાજીમાં નિવૃત્ત અધિકારીઅોને વિદાય સન્માન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી : બહુચરાજી તાલુકામાં ફરજ બજાવી ચૂકેલા શંખેશ્વર ટીડીઓ એ.કે.પટેલ, વિસ્તરણ અધિકારી જોટાણા કે.જી. પટેલ, સેવક ખોડભાઇ પ્રજાપતિ અને બહુચરાજી ગ્રામ પંચાયતના તલાટીથી મહેસાણા સર્કલ પદેથી નિવૃત્ત થયેલા પ્રભુદાસ પટેલનો નિવૃત્તિ દિદાય સન્માન સમારંભ બહુચરાજી લેઉવા પાટીદાર વાડીમાં કર્મચારીઓ દ્વારા યોજાયો હતો. જેમાં તેમને સાલ અને મોમેન્ટો અાપી દીર્ઘાયુષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે તા.પં. પ્રમુખ રાજુભા દરબાર, કોંગ્રેસ પ્રમુખ વાઘુભા જાડેજા, જશુભાઇ પ્રજાપતિ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...