તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • સાધ્વી બનવા ઇચ્છુક યુવતીને પાલનપુર નારીગૃહમાં મોકલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધ્વી બનવા ઇચ્છુક યુવતીને પાલનપુર નારીગૃહમાં મોકલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાશહેરના તોરણવાળી માતાના ચોકમાંથી 4 દિવસ પૂર્વે મળી આવેલી યુવતીની ઓળખ નહીં મળતાં આખરે શહેર પોલીસ અને મહિલા સુરક્ષા સમિતિના પ્રયાસોથી તેણીને પાલનપુર નારીગૃહમાં મોકલી અપાઇ છે. જૈન પરિવારની હોવાની ઓળખ આપનારી યુવતી દ્વારા અપાતાં તમામ સરનામાં ખોટા ઠરતાં પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ ગઇ હતી.

4 દિવસ પૂર્વે શહેરના તોરણવાળી માતાના ચોકમાંથી મળી આવેલી યુવતીની ઓળખ મેળવવા શહેર પોલીસે કવાયત હાથ ધરી હતી. જૈન પરિવારમાંથી આવતી હોવાનું કહેતી યુવતીના માથે મુંડન સહિતની બાબતો તેણી સાધ્વી જીવનમાંથી આવી હોવાનું નિર્દેશ થતું હોઇ મહેસાણાના દિનેશભાઇ શાહની પુત્રવધૂએ પોલીસ સાથે મળી તેની ઓળખ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું.

સંજોગોમાં મહિલા સુરક્ષા સમિતિના ડિરેક્ટર વર્ષાબેન પટેલ અને જિલ્લા સુરક્ષા સમિતિના સભ્ય આશા(મટી)બેન પટેલે પણ યુવતીએ આપેલા સરનામાના આધારે તપાસ કરાવી હતી. પરંતુ કોઇ પરિણામ નહીં મળતાં આખરે શનિવારે સાંજે તેણીને પાલનપુર નારીગૃહમાં લઇ જવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો