તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા બજાર સમિતિની ચૂંટણી જાહેર, 7 ડિસેમ્બરે મતદાન થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા બજાર સમિતિની ચૂંટણી જાહેર, 7 ડિસેમ્બરે મતદાન થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું વિભાજન કરી જોટાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અલગ કરાઈ છેઅને બંનેમાં વહીવટદાર નિમાયા છે ત્યારે કોર્ટના આદેશ મુજબ મહેસાણા બજાર સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જે મુજબ 7મી ડિસેમ્બરે મતદાન યોજાશે.

મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નિયામક મંડળની મુદત પૂરી થઈ હતી અને તેનું વિભાજન કરવાનો નિર્ણય પણ લેવાયો હતો. જો કે, મામલો હાઈકોર્ટમાં ચાલતો હોઈ અમલ નહોતો થઈ શક્યો પરંતુ મહિના પહેલાં કોર્ટની મંજુરી મળી જતાં મહેસાણા અને જોટાણા એમ બે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ અલગ કરાઈ હતી તેમજ બંને બજાર સમિતિઓમાં વહીવટદારે ચાર્જ સંભાળી લીધો હતો. વિવાદમાં ઘેરાયેલી મહેસાણા બજાર સમિતિની ચૂંટણી મામલે પણ હાઈકોર્ટે આદેશ કર્યો હોઈ તે મુજબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગુજરાત રાજ્ય દ્વારા ચૂંટણી જાહેર કરાઈ છે. ખેડૂત મત વિભાગની 8, વેપારી મત વિભાગની 4 અને સહકારી ખરીદવેચાણ મંડળી મત વિભાગની 2 એમ કુલ 14 બેઠકો માટે 7મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે તથા 8મી ડિસેમ્બરે મતગણતરી કરાશે. મતદાર યાદી તૈયાર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ છે. 23મી નવેમ્બરે ઉમેદવારી પત્રો ભરાશે. જે પરત ખેંચવાની છેલ્લી તારીખ 28મી નવેમ્બર નક્કી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો