તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • એસટી ક્રેડિટ સોસા.મા કસ્ટોડીયન નિમાયા, 6 મહિના બાદ ચુંટણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી ક્રેડિટ સોસા.મા કસ્ટોડીયન નિમાયા, 6 મહિના બાદ ચુંટણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસટીક્રેડિટ સોસાયટીમા ફિક્સ પગારદારોને ચુંટણી લડવા દેવાના મામલે થયેલી રજૂઆત બાદ બોર્ડ ઓફ નોમિનીએ સ્ટે આપ્યો હતો પરંતુ સ્ટેના વિરૂધ્ધ જઇ ચુંટણી યોજી દેતા રજીસ્ટ્રારે સહકારી કાયદાની જોગવાઇઓનો આધાર લઇ ક્રેડિટ સોસાયટીમા કસ્ટોડીયનની નિમણૂક કરી દીધી છે. કસ્ટોડીયને 6 મહિના બાદ વિધિવત ચુંટણી કરવાની રહેશે.

એસટી ક્રેડિટ એન્ડ થીફ્ટ સોસાયટીમાં થયેલા વિવાદમાં આખરે મદદનીશ જીલ્લા રજીસ્ટ્રાર(હાઉસીંગ) સુભાષભાઇ પટેલની કસ્ટોડીયન તરીકે નિમણૂકનો ઓર્ડર જિલ્લા રજીસ્ટ્રારે કરી દીધો છે. નિમણૂકની જવાબદારી 6 મહિના નિભાવ્યા બાદ કસ્ટોડીયને ચુંટણી કરવાની થશે. રજીસ્ટ્રારે પોતાના નિર્ણય અંગે કોઇ રજૂઆત હોય તો 19-9ના રોજ રજૂઆતકર્તાને જણાવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એસટી ક્રેડિટ સોસાયટીના નિયમ વિરૂધ્ધ જિલ્લા રજીસ્ટ્રારમાં રજૂઆત અને કોર્ટમાં કન્ટેમ્પ્ટ સહિતની ગતિવિધીઓને ધ્યાને લઇ કસ્ટોડીયનને ચાર્જ આપી દેવામા આવ્યો છે. ગત શુક્રવારે બોર્ડ ઓફ નોમીનીએ હાથ ધરેલી સુનાવણીમાં આગામી 23-9ની મુદ્દત અપાઇ છે જ્યારે કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની સુનાવણી આગામી 4-10ના રોજ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો