તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલમાંથી 2 પોલીસને ધક્કો મારી કેદી ફરાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાહનચોરે મધરાતે પેટમાં દુ:ખાવાનું નાટક કરતાં ટ્રોમા સેન્ટરમાં લઇ જવાતો હતો ત્યારે ભાગ્યો, શોધવા મહેસાણા પોલીસના ધમપછાડા

મહેસાણાસિવિલમાં દાખલ કરાયેલા વાહન ચોરીના આરોપીએ શુક્રવારે મધરાતે પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરતાં તેને ટ્રોમા સેન્ટરમાં લઇ જવાતો હતો, ત્યારે જાપ્તામાં રહેલા 2 પોલીસોને ધક્કો મારી નાસી ગયો હતો. જેને પગલે પોલીસ દોડતી થઇ ગઇ હતી. જેલમાં ગયાના માત્ર 9 કલાકમાં આરોપી ભાગી જવાની ઘટનાએ પોલીસબેડામાં ચર્ચા જગાવી છે.

મહેસાણાની વાહનચોરીના ગુનામાં ઝડપાયેલા લાંઘણજના મંગાજી હીરાજી ઠાકોરને શુક્રવારે સાંજના કોર્ટે સબજેલમાં મોકલી આપ્યો હતો. સાંજે 6-30 કલાકે પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરનાર મંગાજીને સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા પુરુષ સર્જીકલ વોર્ડના સ્પેશિયલ રૂમમાં ખાસ બનાવેલા કેદીવોર્ડમાં રખાયો હતો. જ્યાં લોકરક્ષક હરેશજી અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મહેશગીરીને તેના જાપ્તામા મૂકાયા હતા. મધરાત્રે 3-30 કલાકે મંગાજીએ પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. જેને પગલે ટ્રોમા સેન્ટરમાં લઇ જવાઇ રહેલો મંગાજી સિવિલના પગથિયાં ઉતરતાં બંને જાપ્તા પોલીસને ધક્કો મારીને ભાગી ગયો હતો. પોલીસે બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મંગાજી ઠાકોર

એસપી દ્વારા પોલીસ વિરુદ્ધ તપાસ સોંપાઇ

મહેસાણાબી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સિસોદિયાએ જણાવ્યું કે, જિલ્લા પોલીસ વડા ચૈતન્ય માંડલિકે બંને પોલીસકર્મીઓ વિરુદ્ધ ઈન્કવાયરી સોંપી છે અને જો તેઓ જવાબદાર ઠરશે તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

પોલીસને ખબર નથી કઇ બાજુ ભાગ્યો

આરોપી મંગાજી કઇ દિશામાં ભાગ્યો તે જાપ્તા પોલીસને ખબર નથી. સિવિલમાં ટ્રોમા સેન્ટરને બાદ કરતાં રાત્રિના સમયે સિક્યુરિટી મૂકાતી ના હોઇ તેને ભાગવા મોકળું મેદાન મળ્યુઁં હતું. જોકે, આરોપી ભાગ્યો છે કે કેમ, ભાગ્યો તો કયા માર્ગે ભાગ્યો તે જાણવા પોલીસે સિવિલના સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ રજા હોવાના કારણે તે મળી શક્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો