તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એમ.બી. સ્કૂલનું ગેરકાયદે બાંધકામ દૂર કરવા આદેશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એનએ વિનાની જગ્યામાં અને ગેસલાઈન પર બાંધકામ કરાયું હતું, ડીએમઓની સીઓ - મામલતદારને સૂચના

મહેસાણાશહેરના મોઢેરા રોડ પર રામેશ્વર સોસાયટીની ખુલ્લી એનએ થયા વગરની જગ્યામાં અને ગેસની પાઈપલાઈન પર કરાયેલું એમ.બી. સ્કૂલનું ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો આદેશ મામલતદાર અને પાલિકાના ચીફ ઓફિસરને કરાયો છે.

રામેશ્વર સોસાયટીની ખુલ્લી જગ્યામાંથી ગેઈલ કંપનીની ગેસની પાઈપલાઈન પસાર થાય છે. ઉપરાંત અહીંની 15 સોસાયટીઓનું એનએ જેના આધારે થયું છે તે ડીપી રોડ પણ અહીંથી પસાર થાય છે. તેમ છતાં નાગલપુરની સરવે નં.33/2ની એનએ થયા વગરની 858 ચો.મી. જગ્યા પર બાંધકામ કરી સ્કૂલ શરૂ કરી દેવાતાં રસ્તો પણ બંધ થઈ ગયો છે. વિસ્તારની સોસાયટીઓની બનેલી સંઘર્ષ સમિતિ દ્વારા મામલે વિવિધ કક્ષાએ રજૂઆતો અને કોર્ટ કાર્યવાહીથી આપેલી લડતના પગલે અગાઉ પણ ગેરકાયદે બાંધકામ દૂર કરવાના આદેશ થયા હતા. જો કે, કોઇ પગલાં લેવાયાં હતાં. આથી સંઘર્ષ સમિતિના કન્વીનર વિક્રમભાઈ દેસાઈ સહિતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતાં છેવટે કલેક્ટરના આદેશથી ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ ઓફિસરે મામલતદાર અને ચીફ ઓફિસરને સ્કૂલનું ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો લેખિત આદેશ કર્યો છે.

1 વર્ષ પહેલાં શાળાનું સંચાલન બંધ કરાયું’તું

વર્ષ2004માં કલેક્ટરે જગ્યાનો સ્ટેમ્પ રદ કરી બાંધકામ દૂર કરવાનો હુકમ કર્યો હતો. જેને મહેસૂલ સચિવ સમક્ષ પડકારાતાં સ્ટે મળ્યો હતો. પરંતુ 2015માં મહેસૂલ સચિવે પણ કલેક્ટરના હુકમને કાયમ રાખ્યો હતો. હાઈકોર્ટે પણ શાળા બંધ કરવાનો તેમજ બાંધકામ દૂર કરવા આદેશ કર્યો હતો. જેના પગલે એક વર્ષ પહેલાં શાળાનું સંચાલન બંધ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો