તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પોલીસ છું’કહી યુવતીનો મોબાઇલ લૂંટી ગઠિયો છૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાપોલીસ હેડ ક્વાર્ટર પાસે પોલીસની ઓળખ આપનારા શખસે કોલેજિયન યુવતી પાસેથી મોબાઇલ લૂંટી લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મહેસાણાની પૂજા ભરતભાઇ પટેલ શનિવારે બપોરે કોલેજથી છુટીને ઘર તરફ જઇ રહી હતી. ત્યારે અરવિંદ બાગ નજીક મળેલા યુવાને તેને પોલીસની ઓળખ આપીને વાતચીત કરવા પ્રયાસ કર્યો હતો. કોલેજિયન યુવતી તેનો શાબ્દીક પ્રતિકાર કરે તે પૂર્વે બનાવટી પોલીસકર્મીએ રિક્ષા ઉભી રખાવી તેને બેસાડીને પોલીસ હેડ ર્ક્વાટર લઇ ગયો હતો. અહીં રિક્ષામાંથી યુવતીને નીચે ઉતારી અપશબ્દો બોલી ગઠિયો તેણીનો મોબાઇલ લૂંટીને ભાગી ગયો હતો. બનાવને પગલે હેબતાઇ ગયેલી યુવતી પોલીસની મદદથી ડિવિજન પોલીસ મથક પહોંચી હતી અને તરૂણ ગોસ્વામી નામના શખસ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો