• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાની વર્ધમાન વિદ્યાલયની બે ટીમો નેટબોલની સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાએ રમવા જશે

મહેસાણાની વર્ધમાન વિદ્યાલયની બે ટીમો નેટબોલની સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાએ રમવા જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાની વર્ધમાન વિદ્યાલયની બે ટીમો નેટબોલની સ્પર્ધામાં રાષ્ટ્રકક્ષાએ રમવા જશે

મહેસાણા : ગુજરાતસ્ટેટ નેટબોલ એસોસિયેશન દ્વારા રાજ્ય કક્ષાની સબ જુનિયર તેમજ જુનિયર નેટબોલ સ્પર્ધા તાજેતરમાં મહેસાણામાં યોજાઇ હતી. જેમાં મહેસાણાની વર્ધમાન વિદ્યાલયની ભાઈઓની ટીમોએ શાળાના શિક્ષક રમેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ બંને વિભાગોમાં રાજ્યમાં પ્રથમ નંબરે વિજેતા થઈ સ્ટેટ ચેમ્પિયનશીપ મેળવી છે. નેશનલ સ્પર્ધા માટે પણ ટીમોની પસંદગી થઇ છે. સ્ટેટ ચેમ્પિયન બનવા બદલ બંને ટીમોને શાળા પરિવાર તેમજ મંડળના મંત્રી દિલીપભાઈ ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર શરદભાઈ તેમજ આચાર્ય દિપકભાઇ દેસાઇએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...