• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મુતરડી તોડી પાડનારા સામે કાર્યવાહી કરવા પોલીસને અરજી

મુતરડી તોડી પાડનારા સામે કાર્યવાહી કરવા પોલીસને અરજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાઆઝાદ ચોક વિસ્તારમાં અઠવાડિયા પહેલાં અજાણ્યા શખસોએ તોડી નાંખેલી મુતરડી પાલિકાએ નવી બનાવવાની શરૂઆત કરી હતી અને કામ પૂર્ણતાના આરે હતું, ત્યાં કોઈ તત્ત્વોએ બુધવારે રાત્રિના સમયે મુતરડીનું નવીન બાંધકામ તોડી પાડતાં વેપારીઓેઅે ફરી રિનોવેશન કરી જાહેર મુતરડી તૈયાર કરી આપવા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે. તો પાલિકાએ પોલીસ કાર્યવાહી કરવા અરજી આપી છે.

વિસ્તારના નરેન્દ્રભાઈ પટેલ સહિત વેપારીઓએ જણાવ્યું કે, શૌચાલય તૂટી જતાં નજીકમાં બીજી કોઇ વ્યવસ્થા નથી. આથી પાલિકાએ સત્વરે નવું શૌચાલય તૈયાર કરી આપવું જોઈએ. પહેલાં પણ આવું થયું ત્યારે કલેકટર કચેરી સુધી રજૂઆત કરી હતી. શૌચાલય તોડ પાડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બીજી તરફ પાલિકા દ્વારા મામલે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી અપાઇ છે. પાલિકાએ અજાણ્યા શખસોએ બાંધકામ તોડી પાડ્યાની લેખિત અરજી આપી હાલ છુટકારો મેળવ્યો છે. પરંતુ વિસ્તારના વેપારીઓની સમસ્યા જૈસે થે રહી છે.

અન્ય સમાચારો પણ છે...