તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જિલ્લામાં બીજા દિવસે પણ ઝરમર વરસાદ સુકાઇ રહેલા ખેતીપાકોને જીવતદાન મળ્યું

જિલ્લામાં બીજા દિવસે પણ ઝરમર વરસાદ સુકાઇ રહેલા ખેતીપાકોને જીવતદાન મળ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. રવિવારે પણ કડી, બહુચરાજી અને વિજાપુર વિસ્તારમાં ઝાપટાં વરસ્યા હતા. પાકો માટે જીવતદાન સમાન પુરવાર થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. દિવસ દરમ્યાન કડીમાં સૌથી વધુ 7 મીમી જ્યારે બહુચરાજી અને વિજાપુરમાં 2, સતલાસણામાં 3 અને વિસનગરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. મહેસાણા શહેરમાં સાંજે હળવા છાંટા પડ્યા હતા.મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી છુટાછવાયાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. રવિવારે પણ કડી, બહુચરાજી અને વિજાપુર વિસ્તારમાં ઝાપટાં વરસ્યા હતા. પાકો માટે જીવતદાન સમાન પુરવાર થઇ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. દિવસ દરમ્યાન કડીમાં સૌથી વધુ 7 મીમી જ્યારે બહુચરાજી અને વિજાપુરમાં 2, સતલાસણામાં 3 અને વિસનગરમાં 1 મીમી વરસાદ નોંધાયો હતો. મહેસાણા શહેરમાં સાંજે હળવા છાંટા પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...