• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • યુવતીને મુંબઇ ભગાડી જઇ દુષ્કર્મ આચર્યા બાદ નસ કાપી આપઘાતની ધમકી આપી ગોંધી રાખી

યુવતીને મુંબઇ ભગાડી જઇ દુષ્કર્મ આચર્યા બાદ નસ કાપી આપઘાતની ધમકી આપી ગોંધી રાખી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુવાએ દોરા-ધાગા કરીને વશમાં કરેલી મહેસાણાની 18 વર્ષની યુવતીનું એક મહિના પૂર્વે અપહરણ કરી મુંબઇ લઇ જઇ દુષ્કર્મ આચર્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હાથની નસ કાપીને મરી જવાની ધમકી આપી પોલીસ સમક્ષ ખોટું નિવેદન આપવા યુવતીને મજબૂર કરનાર યુવક, તેને સાથ આપનાર ભુવો, વકીલ સહિત 8 વ્યક્તિઓ સામે બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

નાગલપુર હાઇવે વિસ્તારની સોસાયટીમાં રહેતી 18 વર્ષની યુવતીને ખેરવાનો યોગેશ પ્રવિણભાઇ રામી, ધર્મેશ દરજી અને પાર્થિવ વકીલ નામના શખ્સો 5 ડિસેમ્બર,2017એ લગ્ન કરાવવાના ઇરાદે બહુચરાજી લઇ ગયા હતા અને તેને ધમકાવી સહી કરાવી લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા અને આ બાબતની જાણ ઘરે નહીં કરવા ધમકી આપી હતી. દરમિયાન, ગત 7 જૂને યોગેશ છેતરીને યુવતીનું અપહરણ કરી મુંબઇ લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યોગેશ મુંબઇ રહ્યા ત્યાં સુધી સચિન પ્રજાપતિ અને પાર્થિવ ગોસ્વામી સાથે મોબાઇલ પર વાત કરાવતો અને તેના નાનાભાઇને મારી નાખવાની ધમકી આપતાં હોઇ તે ગભરાઇ ગઇ હતી.

યુવતીને મુંબઇથી એક કારમાં માણસાના ચરાડા ગામે ભુવા કાળુભાઇને ત્યાં લઇ જઇ તેના હાથમાં મંત્રેલું ચાંદીનું કડું અને દોરો પહેરાવ્યો હતો. ત્યારબાદ 12મી જૂને તેણીને પોલીસ સ્ટેશન લઇ જતાં પહેલાં સચિન પ્રજાપતિ અને વકીલ પાર્થિવ ગોસ્વામીએ અમે સમજાવ્યું તે રીતે નહીં બોલે તો તારા નાના ભાઇને મારી નાખીશું, જ્યારે યોગેશે બ્લેડથી નસ કાપી આપઘાત કરીશ અને તારું નામ લખીને જઇશ તેવી ધમકી આપી હતી.

પાર્થિવ વકીલે પોલીસને ગેરમાર્ગે દોરી બનાવ મારી સંમતીથી બન્યો હોવાનું નિવેદન અપાવ્યું હતું. ત્યાંથી યુવતીને ખેરવા ગામે લઇ જવાઇ હતી. જ્યાં યોગેશની બહેન નયના અને પ્રજ્ઞા સતત ધમકી આપતા હતા. તે કહેતા કે, તું જઇશ તો હું તારા ભાઇને માતા મૂકીને સચિન પ્રજાપતિ જે માથાભારે છે તેની મદદથી મારી નાખીશું. યોગેશના માતા-પિતા તેમના ઘરની વહુ થવાનું છે તેમ સતત કહેતા હતા. દરમિયાન યુવતીને લખાણ કરાવી ઘેર જવા દીધી હતી.

ઘરે મોકલતાં પહેલાં પાછી આવીશ તેવું લખાણ કરાવ્યું
યુવતી પિતાના ઘરે જવા યોગેશ અને તેના પરિવારને ખૂબ કરગળ્યા પછી 11 જુલાઇના રોજ તેને પાછી મૂકી જવાના લખાણ કરાવી તેના મામાના ઘરે મોકલી હતી. જ્યાં યુવતીના હાથમાં રહેલું કડું અને દોરો કાઢી નાખ્યા બાદ તેનું મન સાચું ખોટું સમજતું થતાં તેણે સમગ્ર ઘટના જણાવતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. યુવતીએ બી ડિવિજન પોલીસ મથકમાં યોગેશ રામી સામે દુષ્કર્મ તેમજ 3 મહિલા, ભુવા, વકીલ સહિત 7 વ્યક્તિઓ સામે અપહરણ અને મદદગારી અંગે ફરિયાદ આપતાં પીઆઇ પી.એસ. પરમારે તપાસ હાથ ધરી છે.

આ 8 શખ્સો સામે ફરિયાદ
યોગેશ પ્રવિણભાઇ રામી (માળીવાસ, ખેરવા)

સચીન બટુકભાઇ પ્રજાપતિ (રહે.ખેરવા)

ધર્મેશ દશરથભાઇ દરજી (રહે.મહેસાણા)

સંગીતા ડી.મકવાણા (રહે.મહેસાણા)

પાર્થિવ ગોસ્વામી (વકીલ) (રહે.મહેસાણા)

ભુવા કાળુ ડાહ્યાભાઇ માળી (રહે.ચરાડા)

નયનાબેન પ્રવિણભાઇ રામી (રહે.ખેરવા)

પ્રજ્ઞાબેન પ્રવિણભાઇ રામી (રહે.ખેરવા)

અન્ય સમાચારો પણ છે...