• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 માસથી નાણાકીય વ્યવહાર બંધ

ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 1 માસથી નાણાકીય વ્યવહાર બંધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા અને પાટણ પોસ્ટલ ડિવિઝનમાં આવતી ગ્રામ્ય વિસ્તારની ટપાલ કચેરીઓમાં કોર ઇન્ટીગ્રેટેડ સિસ્ટમથી જોડવા તમામ બ્રાંચ પોસ્ટ ઓફિસમાં ગત 19થી તમામ પ્રકારની હિસાબી કામગીરી બંધ રાખવાનો પોસ્ટ ખાતાએ આદેશ કર્યો હતો. આજે મહિનો થવા આવ્યો છતાં માત્ર સબ પોસ્ટ ઓફિસમાં જ આ કામગીરી શક્ય બની છે. જ્યારે મોટાભાગની ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં સિસ્ટમ લીંક નહીં થવાથી નાણાકીય વ્યવહારો બંધ જ છે. જેના કારણે ખાતેદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગામડાઓમાં પૂરતી બેંક સુવિધા ન હોવાના કારણે તમામ પ્રકારનો નાણાકીય વ્યવહાર તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની લાભાર્થી સહાયની યોજનાનું સંચાલન પોસ્ટ મારફતે કરાય છે. આ તમામ પોસ્ટ ઓફિસની કામગીરી ઓનલાઇન કરવા બચત યોજનાઓ સહિત તમામ નાણાકીય લેવડ દેવડ બંધ કરાઇ છે પરંતુ હજુ સુધી ચાલુ થઇ શકી નથી. માત્ર બંને ડિવિઝનમાં સબ પોસ્ટ ઓફિસમાં જ આ સુવિધા કાર્યરત થઇ છે. ગામડામાં કામગીરી સ્થગિત થઇ જવાના કારણે ખાતેદારો પોતાના ખાતામાંથી નાણાંની લેવડ-દેવડ કરી શકતા નથી અને સરકારની યોજનાના લાભાર્થીઓને નાણાકીય સહાય પણ મળી શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...