તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ચરસ કેસમાં મહેસાણાના મહંત જેલમાં મોકલાયા, અન્ય 3ને 7 દિવસના રિમાન્ડ

ચરસ કેસમાં મહેસાણાના મહંત જેલમાં મોકલાયા, અન્ય 3ને 7 દિવસના રિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાના પરા અંબાજી મંદિરમાં મહંત અને એક સાધ્વી સહિત ચાર શખ્સો રૂ.80,500ના ચરસ, ગાંજા સાથે ઝડપાયા બાદ એલસીબી પોલીસે ચારેય જણાને અહીંની કોર્ટમાં રજૂ કરતાં ત્રણના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતો. જ્યારે મહંત રામકિશોરદાસને જેલમાં મોકલી અપાવા હુકમ કરાયો હતો.

સાધ્વી દુર્ગાપુરી પ્રેમસિહ ચૌહાણ (મહાલરાજગઢ, હિમાચલ પ્રદેશ), અશ્વિન પ્રેમસિંહ ચૌહાણ અને પ્રેમસિંહ કલ્યાણસિંહ ચૌહાણ (રહે. રાજગઢ, હિમાચલ પ્રદેશ)ને સાત દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. ચરસ, ગાંજાનો જથ્થો ક્યાંથી કેવી રીતે લવાતો, અન્ય કોણ સામેલ છે સહિત રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં પોલીસ વિગતો મેળવી તપાસ આગળ ચલાવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...