તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં દર્શન કરી ઘરે પરત જતાં વૃદ્ધાના ગળામાંથી સોનાની કંઠી લૂંટાઇ

મહેસાણામાં દર્શન કરી ઘરે પરત જતાં વૃદ્ધાના ગળામાંથી સોનાની કંઠી લૂંટાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણામાં રાજકમલ પેટ્રોલપંપની પાછળ આવેલી દેવીપાર્ક સોસાયટી પાસે દર્શન કરીને ઘરે જતાં મહિલાના ગળામાંથી સોનાની કંઠી તોડી બે બાઇકસવારો ભાગી ગયા હતા.

રાજકમલ પેટ્રોલપંપની પાછળ દેવીપાર્ક સોસાયટીમાં રહેતાં 60 વર્ષિય આશાબેન રણછોડભાઇ પટેલ રવિવારે સવારે 10-45 વાગે મંદિરે દર્શન કરીને ઘરે પરત આવતાં હતાં. ત્યારે તેમના ઘરના વરંડા આગળ બાઇક પર આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે તેમના ગળામાંથી રૂ.27 હજારની સવા તોલા સોનાની સોનાની કંઠી ખેંચી ભાગી ગયા હતા. મહિલાએ બુમાબુમ કરી પણ લોકો ભેગા થાય તે પહેલાં બંને બાઇકસવારો નાસી ગયા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...